Wednesday, 5 June 2013

૨૫ મી મે

સરદારસિંહ રાણા
                 ઝાલાવાડાના લીંબડી પાસેના કંથારિયામાં ઇસ. ૧૮૭૦માં સરદારસિંહનો જન્મ થયો. મહાત્મા ગાંધીજી સરદારસિંહની સાથે ભણતા અને તેમને સદુભા કહીને બોલાવતા. કાયદાના વધુ અભ્યાસ માટે લંડન ગયા. તેમને કરવી હતી વકીલાત અને બની ગયા ઝવેરાતના સફળ અને કુશળ વેપારી. માતૃભૂમિની આઝાદી માટે તેઓ બોંબ બનાવતા શીખ્યા. ફ્રાંસની સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમને જેલમાં મોકલી આપ્યા. મેડમ કામા સાથે ફરકાવેલ રાષ્ટ્રધ્વજ નહેરુને ભેટ આપ્યો. ફ્રાંસ સરકારે તેમને મોટો ઇલકાબ આપ્યો હતો. ૨૫મે ૧૯૫૭માં હ્રદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ  લીધો.


No comments: