શ્યામ સાધુ
કવિ શામળદાસ સોલંકીનો
જન્મ તા. ૧૫-૦૬-૧૯૪૧ના રોજ
જૂનાગઢમાં થયો હતો. પિતાનું નિધન
થતાં શ્યામ મેટ્રિકથી આગળ ભણી ન શક્યા.તેમણે જૂનાગઢની
નગરપાલિકામાં સભ્યપદ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનપદની ખુરશી પણ શોભાવી હતી. તેમના કાવ્ય સંગ્રહો ‘યાયાવરી', ‘થોડાં બીજા
ઇન્દ્રધનુષ્ય' અને ‘આત્મકથાનાં પાનાં’
શ્યામને ગુજરાતી ગઝલના ઇતિહાસમાં પોતીકું સ્થાન અપાવે છે.
No comments:
Post a Comment