સર પ્રફુલ્લચંદ્ર રે
સર પ્રફુલ્લચંદ્ર રે નો જન્મ ૧૮૬૧ માં થયો હતો. અખિલ ભારતીય ‘ગ્રીલક્રિસ્ટ શિષ્યવૃતિ’ પરીક્ષામાં સફળ થતાંતેમને ઉચ્ચ અભ્યાસ માટે
વિદેશ જવાની તક મળી. એડિનબરો
વિદ્યાપીઠમાં રાસયણશાસ્ત્રનો અભ્યાસ કરી તેઓ ડી. એસ. સી. થયા અને ત્યારબાદ કલકતાની
પ્રેસીડન્સી કૉલેજમાં જોડાયા. ‘બેન્ગાલ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્કસ' ની સ્થાપનામાં એમનો
મહત્વનો ફાળો છે. ‘ભારતીય રસાયણિક મંડળ’ અને ‘ભારતીય રાસાયણિક શાળા’ એ સર પ્રફુલ્લચંદ્રનું
શ્રેષ્ઠ પ્રદાન છે. પ્રથમ ‘મરક્યુરસ નાઇટ્રેટ’ ની શોધ અને પછી એમોનિયમ
નાઇટ્રેટને ૭૮૦ અંશ ગરમી આપવાથી તે અવકાશી વાયુ બની જાય એ શોધથી તેઓ વિશ્વવિખ્યાત
બન્યા. દસ વર્ષના મંથનના અંતે
તેમણે ‘હિંદુ રાસાયણશાસ્ત્રનો ઇતિહાસ’ પણ લખ્યો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના રંગે રંગાયેલા
સર પ્રફુલ્લચંદ્રે બંગાળના રાજકીય અને કેળવણીના તખ્તા પર પણ અજોડ સ્થાન મેળવ્યું
છે. તા. ૧૭-૦૬-૧૯૪૪ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment