Saturday, 22 June 2013

૨૧ મી જુન

ડૉ. હેડગેવાર

                   રાષ્ટ્રધર્મના પથદર્શક અને જન્મજાત દેશભક્ત કેશવ બલિરામ હેડગેવારનો જન્મ ઇ. ૧૮૮૯માં નાગપુરના એક વેદજ્ઞ પરિવારમાં થયો હતો. કલકતાની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી તેઓ ડૉક્ટર થયા. ડૉક્ટર તરીકેની પોતાની કારકિર્દીનો ભોગ આપી તેઓ સ્વાતંત્ર્યની રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. તેમની ઉપર રાજ્દ્રોહનો આરોપ મૂકાયો, તેમને એક વર્ષની સખત કેદની સજા કરી જેલમાંથી છૂટયા બાદ હિંદુ સમાજની, તેના યુવકોની માનસિક ગુલામી જોઇ તે દુ:ખી દુ:ખી થઇ ગયા. ૧૯૨૫માં વિજ્યા-દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયં સંઘની સ્થાપના કરી. તા. ૨૧-૦૬-૧૯૪૦ના રોજ તેમણે નશ્વર દેહ છોડ્યો

No comments: