ગટુભાઇ ધ્રુવ
શ્રી ગટુભાઇ ધ્રુવનો
જન્મ ઇ. ૧૮૮૧માં અમદાવાદમાં થયો
હતો. મેટ્રીકની પરીક્ષા પાસ
કરી તેઓ ગુજરાત કૉલેજમાં બી. એ. થયા, તુરત જ સરકારી નોકરીમાં જોડાયા. તેમના જીવન પર હેમચંદ્રના પુસ્તકોએ, ટાગોરની ‘સાધના’ અને ‘બાઇબલ’ ધર્મપુસ્તકે કાયમી અસર કરી હતી. ગુજરાત સ્ત્રી કેળવણીમંડળના મંત્રી તરીકે
વર્ષો સુધી સેવાઓ આપી. ઉપરાંત પખવાડિક મુખપત્ર ‘ જ્યોતિર્ધર’ ના તેઓ સતત ૩૧ વર્ષ સુધી સંપાદક રહ્યા. તેઓ સારા વક્તા, ઉતમ લેખક અને પત્રકાર પણ હતા. ગટુભાઇનું આખું આયખું સુધારાની પ્રવૃતિમાં
વીત્યું. ગટુભાઇનું દેહાવસાન તા. ૨૪-૦૫-૧૯૬૮ના રોજ થયું.
No comments:
Post a Comment