શિખામણ
ગુલાબ :-
મારી જેમ તમારા સુકૃત્યોની સુગંધ બીજાને
આપતા રહો.
સરોવર :- દાન
આપવાથી ઇશ્વરે આપેલું ઓછુ થતું નથી.
સૂર્ય :- અતિ
ઉગ્ર બનશો તો કોઇ સામે પણ નહિ જુએ.
સોય :- જુદા
પડેલાને મારી જેમ ભેગા કરતાં શીખો.
સાણસી :- ઢીલું
મુકશો તો શિકાર છટકી જશે.
ફુગ્ગા :- ફુલતા
જશો તો ફાટી જશો.
વૃક્ષ :-
કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો.
વાદળ :- મારી
જેમ બીજાને માટે વરસી જતાં શીખો.
તારા :-
અંધારામાં પણ આશાનો પ્રકાશ ગુમાવશો નહિ.
ઘડીયાળ :- સમય
ચૂકશો તો હિંમત ઘટી જશે.
સાગર :- મારી
જેમ વિશાળ નિખાલસ હ્યદય રાખો.
અરીસો :- જેવા
હશો તેવા દેખાશો.
દિપક :- જાતે
બળીને બીજાને પ્રકાશ આપે.
ધરતી :- મારી
જેમ પવિત્રતા જાળવી રાખો.
બાળક :- મારી
જેમ નિર્દોષ બનતાં શીખો.
મધમાખી :- મારી
જેમ ભેગું ન કરો, લૂંટાઇ
જશો.
કબૂતર :- મારી
જેમ મન શાંત રાખો.
કૂતરો :- મારી
જેમ વફાદારી કરો.
શેરડી :- મારી
જેમ ઠંડક આપો.
પાણી :- મારી
જેમ બીજાને ઉપયોગી બનો.
DOWNLOAD
No comments:
Post a Comment