Showing posts with label ઉખાણાં. Show all posts
Showing posts with label ઉખાણાં. Show all posts

Monday, 1 July 2013

ઉખાણાં

૫૯. ચાર ખૂણાનું ચોકઠું અધ્ધર ઉડ્યે  જાય
    - પતંગ
૬૦. કાળી સોટી તેલે છાંટી
    વળે વળે પણ ભાંગે નહીં.
    -વાળ
૬૧. પ્રાણ નહી પણ પળ પળ ગણે
    -ઘડિયાળ
૬૨. તમારી પાછળ રોજ સિપાઇ આવે
        - પડછાયો
૬૩. ખાય ખાય ને હાય હાય
        -મરચું
૬૪. લીલી ટોપી રાતા વાઘા
     -મરચું
૬૫. ઘરમાં ઘર તેમાં પાણી
    - નાળિયેર
૬૬. ભર્યા કૂવામાં પાંચ શેરી તરે
    - કાચબો
૬૭. રાજા મરે  ને પ્રધાન ગાદીએ બેસે
     - ચાંદો,સૂરજ
૬૮. ભોંયમાં માથુ ઘાલીને પગ બાહાર કાઢે.
    - મૂળો
૬૯. વનવગડામાં ડોશી દાંત કાઢે
     - કાલું (કપાસ)
૭૦. પીળો પણ પોપટ નહિ, કાળો પણ નહિ કાગ,
    પાંખો પણ પંખી નહિ, ડસે પણ નહિ નાગ
     - ભમરો
૭૧. ભરે ફાળ પણ મૃગ નહિ, નહિ સસલું નહિ શ્વાન;
    ઊંચું મોં પણ મોર નહિ, સમજો ચતુર સુજાણ,
    - દેડકો

Wednesday, 26 June 2013

ઉખાણાં


૪૮. પેટ કાપે જીવ ના જાય આંખ કાપે જીવ જાય
        -શેરડી

૪૯. ચાલવા બે પગે ચાલે અને બેસવા ત્રણ પગે બેસે
- ગાડું
૫૦. નાની વાટકીમાં દહીંનો ફોદો
- કપાસ
૫૧. બકરા પાડાને બાર નાથો તે શું?
- ઢોલ
૫૨. ભગવા વસ્ત્ર પહેરું પણ જોગી નહીં,
     માથે ચોટલી પણ સંત નહીં,
     વૃક્ષે બેસુ પણ પંખી નહીં,તે શું?
- નાળિયેર
૫૩. લીલુડી છોકરીને જમીનમાં ઇંડાં મૂકે.
- મગફળીનો છોડ
૫૪. એક છોકરી સાત સાડીઓ પહેરે
- ડુંગળી
૫૫. મા ધોળીને બચ્ચા કાળા,
     મા મરે ને બચ્ચા વ્હાલા.
       -ઇલાઇચી
૫૬. એક ખેતરમાં સો હળ ચાલે
- કાંસકો
૫૭. ગોળ ગોળ ફરતી જાય,
     ફરતી ફરતી ગાતી જાય,
     દાણા દાણા ખાતીજાય
     તોય એનું પેટા ના ભરાય
- ઘંટી
૫૮. વાચા વિણ બોલ્યા કરે,
     ચાલે છે વિણ પગ
     કાંટા પણ વાગે નહીં
     જાણે બધુ જગ
- ઘડિયાળ


ઉખાણાં

૩૪. રાતુ શરીર અને ધોળું માંસ.
- નાળિયેર
૩૫. બે ભાઇ દિવસે છુટા અને રાતે ભેગા.
- દરવાજો
૩૬. બાપ મૂંછોવાળો માં તે સુવાળી અને બેટી ધોળી ધોળી.
- નાળિયેર
૩૭. એક માણસ દરરોજ કેડે દોરળું બાધીને ઊંઘે.
- પૂળો
૩૮. મોટી મોટી લડાઇમાં કોઇથી બીએ ના.
- તલવાર
૩૯. થાળીમાં પૈસા ને મારાથી ના ગણાય અને તમારાથી ના લેવાય.
- તારા
૪૦. લીલું લીલું રાજ્ય,લાલ લાલ ઘર અને કાળા કાળા માણસો બોલો તે કોણ?
- તરબૂચ
૪૧. બારસો બંધૂકો તેરસો તલવારો તારાથી પણ ના તૂટે ને મારાથી પણ ના તૂટે.
- છાંયડો
૪૨. હરે ના ફરે ના ચરે ના તોય ઘડો ઘડો દૂધ આપે બોલો તે શું?
- તાડ
૪૩. એક ડાબલીમાં બત્રીસ બાવા રહે.
- દાંત
૪૪. નાની ગોખલીમાં લાલ બાઇ રમે.
- જીભ
૪૫. એક જનાવર ઇતું જે પૂંછડે પાણી પીતું.
- દીવો
૪૬. ચાર ખૂણિયારી તલાવડી,ચકલાની ચાંચ ના બૂડે હાથી મલ મલ ન્હાય.
- ઝાકળ,પરસેવો
૪૭. એકને પૂછું લાખની ખબર લઉં.

- ચોખા 

Tuesday, 25 June 2013

ઉખાણાં


૨૨. માં લટકે ને છોરી ભટકે
       -તાળું
 ૨૩. રાજાના ઓટલે રાણી ના આવે
રાણીના ઓટલે રાજા ના આવે
      -બૉરનો ઝૂડો
       -ખજૂરીનો ઝૂડો
૨૪. મા ભભડે ને બેટી બબડે
       - ઘંટી
૨૫. એક પથરા નીચે ચાર ડોકીલા
     - આંચળ
૨૬. બારીયાથી સાડી લાવું ને  ઘેર આવી ફાડી નાખું
     - દાતણ
૨૭. બાર મહેલ ને ત્રણ ચોકીદાર
    - ઘડિયાળ
૨૮. એક ભાઇ ચઢે ને બીજો ભાઇ ઉતરે
    - રોટલો
૨૯. લીલો પોલીસને ધોળી ટોપી
    - કપાસ
૩૦. આખા ખેતરમાં બે ઢગલા
    - ચાંદોને સૂરજ
૩૧. એક બૈરીને બધા છોકરા કાળા
    -તાડ ને ઝીલડાં
૩૨. કાળા વનમાં રહું છું,
     રંગે હું કાળી છું
     ને લાલ પાણી પીવું છું
     - માથાની જૂ
 ૩૩. લાલ કૂતરો મંદિરમાં મૂતરી જાય
     -નાળિયેર
 ૩૪. રાતુ શરીર અને ધોળું માંસ
     - નાળિયેર


Thursday, 14 March 2013

ઉખાણાં


૧૧.ઊંચો ને અલબેલડો,કાંટાળા ફળ થાય
   સગી બૈરીનો બેટડો,જે કીધા વિના ઘેર જાય
એરંડો
૧૨.હું જાતો હતો સારે કામે,ભૂડી રાંડે ભાળ્યો,
   ઉપર દેવતા નીચે પાણી,વચ્ચે કૂટી બાળ્યો.
તમાકુ
૧૩.એક નર નરને ગળ્યો,તેથી શોભે તન,
   એ ઉત્તમ જન ગણો,સમજો તમે સજ્જન
ડગલો
૧૪.જીવતી જોને ઉજળી,મુખ નાસિકાને નેણ,
   અન્ન, ઉદર નિદ્રા નહિ,વદે નવ વેણ
કાંચળી
૧૩.એક જનાવર લાડકો મહી માંસ અને હાડકાં
    જીવે ત્યાં સુધી બોલે નહિ મુઆ પછી બોલે સહી
શંખ
૧૪.કાળો છે પણ કાગ નહિ,લાંબો છે પણ નહિ નાગ
    તેલ ચઢે હનુમાન નહિ,ફૂલ ચઢે મહાદેવ નહિ
ચોટલો
૧૫.છ પગારોચીતુરો ઉભી બજારે જાય
    રાજા પૂછે રાણીને કયું જનાવર જાય
જૂ
૧૬.પથ્થર મટી થઇ પ્રેમદા,ભોજન કરતી જાય
    અર્ધ અંગ ફરે ફૂંદડી,તેનું એંઠુ સૌ જન ખાય
ઘંટી
૧૭.નારી પણ નિર્બળ નહિ.કાળી પણ નહિ કોયલ
    વસે દરે પણ સાપણ નહિ એનો બોલ ઉત્તમ
તલવાર
૧૮.હતી ત્યારે હું હતી,માર ખાધો પણ મેં
    પરણ્યા પછી મારે,તો મરદ વખાણું યને
ઘડો
૧૯.માથા કેરો ગોફાણો,રામે કરૂ ભરથાર
    દહાડે કરૂ દીકરો રાતે કરૂ ભરથાર
સાડલો
૨૦.પિયુ જજો પરદેશ ને લાવજો હળદર હીંગ
    એક જ ચીજ એવી લાવજો જેને માથે ચાર શીંગ
લવિંગ
૨૧.નવ ગ્રહમાં જે મુખ્ય છેતેનો ઉદય હોય
    તેના નામે નામ છે,તે  મુજ સાથે જાય
ચાંદલો

Monday, 11 March 2013

ઉખાણાં


૧.ઉનાળે અને શિયાળે નીપજે,ચોમાસે જળ જાય.
  નહિ થડ નહિ ડાળી પાંખડી,વરણ અઢારે ખાય
મીઠુ
૨.વેંત જેવડી વરખડી,ને ઢાલ જેવડું ફૂલ,
  કાચા કમળ ઉતરે,તેનું પાકે થાય મૂલ.
કુંભારનો ચાકડો
૩.જનમ્યો ત્યારે દશગણો,જોબન ભરી ઝંપલાય.
  વૃધ્ધ થાતાં વધે ગણો,અમને કહો એ રાય
પડછાયો
૪.નગરમાં નાગી ફરે,વનમાં પહેરે ચીર.
  તેમાંના ફળ લાવજે મારા સગી નણંદના વીર
સોપારી
૫.નર એક ફરતો ફૂંદડીમાથે શિંગ જ એક
  ચાંચ વિના ચૂગે ઘણુંવરણ કરો વિવેક
રેંટિયો
૬.નર વિના જે નીપજે આપે પેદા થાય
  જેને જીતે મેવલો,એ અમને કહો રાય.
દુકાળ
૭.પડી પડી પણ ભાંગી નહિ,વળી કટકા થયા બે-ચાર
  વગર પાંખે ઊડી ગઇ,તમે પંડિત કરો વિચાર
રાત
૮.પશુ નહિ પણ ચાર પગ,એક વાંસો બે શીશ
  રાખે બાળકનેપેટમાં,જાતે વઢ કહીશ
ઘોડિયું
૯.પાંચ વેંતની પૂતળી,મુખ લોઢાના દાંત
  નારી સંગે નીત રમે,ચતુર કરો વિચાર

સાંબેલું
૧૦.પઢતો પણ પંડિત નહિ,પૂર્યો પણ નહિ ચોર
   ચતુર હહોય તો ચેતજો,મધુરો પણ નહિ મોર
પોપટ