Saturday, 8 June 2013

૮ મી જુન


શામળદાસ ગાંધી
                   પત્રકાર શ્રી શામળદાસ ગાંધી. તેમનો જન્મ રાજકોટમાં ઇ. . ૧૮૯૭માં થયેલ હતો. વ્યવહારિક જગતમાં સંઘર્ષ કરતાં કરતાં તેઓ મુંબઇ સમાચાર ની કચેરી સુધી પહોંચી ગયા. જેને પરિણામે એ પત્રકાર બની ગયા. અનુભવની એરણે ઘડાઇને મુંબઇ સમાચાર સાપ્તાહિકના તંત્રી અને ત્યારબાદ જન્મભૂમિ દૈનિકના પણ તંત્રી થયા. તેમણે પોતાનું દૈનિક વંદેમાતરમ શરૂ કર્યું. આઝાદી પછી જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થતાં, તેમને આરઝી હકૂમત ની સ્થાપના કરી. શામળદાસ ગાંધીનું તા. ૦૮-૦૩-૧૯૫૩ના રોજ અચાનક હ્યદયરોગનો હુમલો આવી જતા દેહાવસાન થયું.  
હજરત મહમંદ પયગંબર

                    ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મહમંદ સાહેબનો જન્મ તા. ૨૩-૦૪-૫૭૦ના રોજ અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી જ એકાંતપ્રિય, સત્યવાદી અને ચિંતનશીલ હતા. મક્કામાં લોકો અનેક દેવદેવીઓમાં માનતા હતા. પયગંબર સાહેબનો ઉપદેશ તેમને ન ગમ્યા, તેથી તેમને મારી નાખવાનું કાવતરું ઘડાયું. તેની ગંધ આવી જતાં પોતાના એક સાથીદાર સાથે તેઓ મદીના હિજરત કરી ગયા. એ વર્ષ ૬૨૨ નું હતું. આ પ્રસંગ પછી હિજરી સન શરૂ થઇ. મદીનાના લોકો તેમના અનુયાયી બન્યા અને મક્કા પર ચડાઇ કરી મક્કાના લોકોને હરાવ્યા.મહમંદ સાહેબે તેમને માફી બક્ષી. તેમનો ઉપદેશ કુરાન--શરીફ નામના પવિત્ર ગ્રંથમાં સમાવ્યો છે. તે મુસલમાનોનો ધર્મગ્રંથ ગણાય છે.   

No comments: