Saturday, 22 June 2013

૨૩ મી જુન

શ્યામાપ્રસાદ મુખરજી

                 શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ઇ. , ૧૯૦૧માં થયો હતો. એમ. . ઉતીર્ણ થઇ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા પછી બી. એલ. ની ઉપાધિ મેળવી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા. કલકતા યુનિવર્સિટીનું સંચાલન શ્યામાપ્રસાદ માટે અનિવાર્ય બન્યું. બંગાળ ધારસભામાં ચૂંટાઇ હિંદુ કોમની વાચા બની કોમવાદી હોવાનો આક્ષેપ વહોરી લીધો. મિદનાપુર જિલ્લામાં ફરી વળેલાં ભયંકર પૂર વખતે સેવા બજાવી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનમંડળમાં જોડાયા પણ મતભેદ થતાં જનસંઘના નામે જુદો પક્ષ રચ્યો. પોતાની શક્તિ અને મતિ અનુસાર તેઓ માતૃભૂમિ સેવા કરી ગયા.તેમને ચાલીસ દિવસ નજરકેદ રખાયા. શરીર કમજોર બનતું ગયું. આખરે તા. ૨૩-૦૬-૧૯૫૩ના વહેલી સવારે સ્વર્ગવાસ થયો.  

No comments: