વાઘજી ઠાકોર
મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ. ૧૮૫૮માં થયો હતો. રાજકોટની
રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો. સૌરાષ્ટ્રના
રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા. રામગંજ બજાર જેવા ભવ્ય
રસ્તો અને એ પ્રકારની બાંધણી
તેણે મોરબીમાં ઊભી કરાવી.વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે
નાખવાનું કામ શરૂ કર્યું. ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું
ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું. દુષ્કાળ વખતે રાહત કાર્ય
શરૂ કરી પાંચ હજાર માણસોને ઉગારી લીધા હતા. ૧૧-૦૬-૧૯૨૨ના રોજ તેમનું દેહાવસાન થયું.
No comments:
Post a Comment