Saturday, 22 June 2013

૧૯ મી જુન

ગણિતશાસ્ત્રી પાસ્કલ

                    ફ્રાન્સના બ્લાઇસ પાસ્કલ તા. ૧૯-૦૬-૧૬૨૩ના રોજ તેમનો જન્મ થયો હતો. બાળક પાસ્કલની પ્રતિભા ખૂબ જ વિલક્ષણ હતી. સતત ભૂમિતિના વિષયમાં મગ્ન રહેતો એણે એક પ્રમેય શોધી કાઢયો અને ૧૬ વર્ષની વયે તો એમણે ષટ્ભૂજ પ્રમેય ની ભેટ ધરી અને ત્યારબાદ એણે લગભગ ૪૦૦ ઉપપ્રમેયો બનાવીને એક નવી ભૂમિતિનું સર્જન કર્યું. ઉપરાંત ગણકયંત્રની પણ શોધ કરી હતી.તેઓ એક કુશળ યંત્ર નિર્માતા પણ હતા. પાસ્કલે સંચયોની સંખ્યા જાણવા માટે સંખ્યાઓ વડે બનતાં એક વિશિષ્ટ પ્રકારના ત્રિકોણનો ઉપયોગ કર્યો. જેને પાસ્કલનો ત્રિકોણ કહેવામાં આવે છે. માત્ર ઓગણચાલીસ વર્ષની વયે પાસ્કલનું અવસાન થયું.    

No comments: