દેવાલય
મહાશાળાઓ
બૌદ્ધ વિહારોની જેમ વૈદિક પરંપરાનાં મંદિરો ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો બન્યા
હોવાના પ્રમાણો ૧૦ મા સૈકાથી મળે છે.
પરંતુ આ પરિપાટી તેથી ઘણી વહેલી શરૂ થઇ હોવાનો સંભવ છે. ઇ.સ. આઠમી સદીના
ઉત્તરાર્ધમાં આદિ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠો પણ અધ્યયન તેમજ
અધ્યાપનના કેન્દ્રો બન્યા હતા. અગિયારમાં સતકમાં દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ,
પાંડ્ય, ચૌલ વગેરે રાજાઓએ મંદિરો સાથે બંધાવેલા
મંડપોમાંવૈદિક સાહિત્ય, વ્યાકરણ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવા
દાનની પરંપરા આરંભી. શિલાલેખો અને તામ્રપત્રોના આધારે મંદિરોનું ક્રમશ: ઉચ્ચ
શિક્ષણના કેન્દ્રોમાં રૂપાંતર થયું હોવાનું સમજાય છે. ઇ.સ. ૧૦૬૮ માં સિદ્ધેશ્વર
મંદિરને રાજ્ય તરફથી દાન અપાયાનો શિલાલેખ મળ્યો છે. ઇ.સ. ૧૦૭૨ માં ક્રિયાશક્તિ મંદિરમાં ૧૨
વ્યાખ્યાતા હોવાનોઉલ્લેખ એક શિલાલેખમાં છે. આવી કેટલીક મંદિર મહાશાળઓનો પરિચય
પ્રસ્તુતછે.
એણ્નાયિરમ્ મંદિર મહાવિદ્યાલય : અગિયારમા સૈકાના આરંભમાં દક્ષિણ આરકોટ જીલ્લાના એણ્ણાયિરમ્ ગામમાં એક વ્યવસ્થિત મહાવિદ્યાલય હતું. રાજેન્દ્ર ચોલ-પ્રથમના ઇ.સ.1023 ના શિલાલેખમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. વર્તમાન શિક્ષણસંસ્થાઓને મળતી આવે તેવી આ સંસ્થા હતી. તેમાં 340 વિદ્યાર્થી અને 16 અધ્યાપકો હતા. અભ્યાસક્રમ પહેલેથી નિશ્ચિત રહેતો.સ્થાનિક મહાજને દાનમાં આપેલી 300 એકર જમીનની આવકમાંથી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભોજન અને રહેઠાણ તથા અધ્યાપકોને વેતન અપાતું હતું. પ્રવેશના નિયમો હતા અને દરેક વિષય માટે નિશ્ચિત સંખ્યામાં પ્રવેશ અપાતો.ઋગ્વેદ,કૃષ્ણ અને શુક્લ યજુર્વેદ,સામવેદ, અથર્વવેદ, બૌધાયન ધર્મશાસ્ત્ર અને ધર્મસૂત્રો,વ્યાકરણ,મીમાંસા વગેરે ભણાવાતા હતા. દરેક વિષય દીઠ નિશ્ચિત અધ્યાપકો હતા.
ભોજન માટે વિદ્યાર્થીને રોજના એક શેર
ચોખા મળતા . કપડાંલત્તાં વગેરેમાટે વર્ષે 1/8 તોલો સોનું મળતું હતું. અધ્યાપકોને
વેતનરૂપે દૈનિક 16 શેર ચોખા(પાંચ વ્યક્તિના કુંટુંબ માટેની જરૂર કરતાં ત્રણ ગણા)
અને વર્ષે અર્ધો તોલો સોનું અપાતું હતું. તેમાંથી તેમનો અન્ય ખર્ચ નીકળતો.
વૈદિક શિક્ષકો ખંડ સમયના વ્યાખ્યાતા
હોવાથી રોજના તેમને ત્રણ શેર ચોખા મળતા. વ્યાકરણના પૂરા સમયના વ્યાખ્યાતાને રોજના
આઠ શેર ચોખા આપવામાં આવતા. એણ્ણારિયમ્ મંદિર કરતાં વેતન ઓછું હતું. સંસ્થાની
આર્થિક સ્થિતિ મુજબ વેતનો રહેતાં તેવું સૂચન તેમાંથી મળે છે. દવાખાનામાં એક
ચિકિત્સક વૈધ,એક શિલ્પ ચિકિત્સક(સર્જન) અને બે સહાયકો હતા.
મલ્કાપુરમ્ મંદિર મહાવિદ્યાલય-
ઇ.સ.-1268નો મલ્કાપુરમ્ પાસેથી મળેલો શિલાલેખ એક મંદિર,મહાવિદ્યાલય
અને દવાખાનાના સંકુલનો ઉલ્લેખ કરે છે. લગભા 150 વિદ્યાર્થી અને આઠ અધ્યાપકો હતા.
વેદ,આગમ,વ્યાકરણ,તર્ક,સાહિત્ય અને કેટલાક ધાર્મિકેતર વિષયો હતા.દવાખાના માટે એક વૈધ હતો. ભોજન,રહેઠાન અને શિક્ષણ મફત હતું. અધ્યાપકને નિભાવ માટે જમીનઅને 100 નિષ્ક વેતન
અપાતું હતું. આવાં બીજાં પણ મંદિર વિદ્યાલયો હતા.
No comments:
Post a Comment