બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ના રચયિતા, બંગાળના આદ્ય સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ તા. ૨૭-૦૬-૧૮૩૮ના રોજ કલકત્તા પાસેના એક ગામમાં થયો હતો. નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિવાળા બંકિમ સ્નાતક થઇ ડેપ્યુટી કલેક્ટર બન્યા. તેમણે કાવ્યલેખનથી સાહિત્યજગતમાં પ્રવેશ કર્યો. તેમની ૧૧ જેટલી નવલકથાઓમાંથી કેટલીક તો રૂપેરી
પડદા પર ઊતરી ચૂકી છે. સર્વશ્રેષ્ઠ નવલકથા
તો હિંદુ સંસ્કૃતિ માટેના જ્વલંત સ્વદેશભક્તિની ભાવનાથી નીતરતી ‘આનંદમઠ’. આ નવલકથામાં તેમણે
વંદેમાતરમનું ગીત લખ્યું જે દેશની આઝાદી સંગ્રામ વખતે દેશને ખૂણે ખૂણે ગૂંજી ઊઠયું
હતું. મહર્ષિ અરવિંદે તેમને ઋષિ
અને રાષ્ટ્રનિર્માતા તરીકે સંબોધ્યા હતા. બંગાળી સાહિત્ય વિશ્વમાં જેનો ઉદય સૂર્યોદય સમાન ગણવામાં આવે છે તે
બંકિમબાબુનું ઇ. સ. ૧૮૯૪માં નિધન થયું.
No comments:
Post a Comment