મેકિયાવેલી
ઇટાલીના રાજનીતિજ્ઞ મેકિયાવેલીનો જન્મ ઇ. ૧૪૬૯માં ફ્લોરેન્સમાં થયો હતો. ફલોરેન્ટાઇન પ્રજાસતાકમાં યુદ્ધનું દફતર અને
ગૃહખાતાની જવાબદારી સંભાળવાની સાથે સાથે તેણે ચૌદ વર્ષ
સુધી રાજદૂત તરીકે ફરજ પણ બજાવેલી. એરિસ્ટોટલના ‘પોલિટિક્સ’ પછી ઇતિહાસમાં એણે જ કદાચ રાજકારણની આ રીતે ચર્ચા કરી છે. યુરોપમાં એરિસ્ટોટલ પછી
રાજ્યનીતિ વિષે ગંભીરતાપૂર્વક લખનાર મેકિયાવેલીના વિચારો એટલા તો મૌલિક હતા કે યુરોપના
વિચારકોને એમણે ખળભળાવી મૂક્યા હતા. મેકિયાવેલીની સલાહને,
જૂના કે નવા સમયનું બંધન નડી શકતું નથી. તે સર્વકાલિન છે. તેમનું અવસાન તા.
૨૨-૦૬-૧૫૨૭ના રોજ થયું હતું.
No comments:
Post a Comment