ડૉ. ઝાકીર હુસેન
શિક્ષાશાસ્ત્રી
ડો. ઝાકીર હુસેનનો જન્મ
હૈદરાબાદમાં ઇ. સ. ૧૮૯૭માં થયો હતો. વિધા પ્રાપ્ત કરી ડોક્ટરની પદવી મેળવવા તેઓ
બર્લિન ગયા. ત્રીસ વર્ષની વયે
ઉપકુલપતિ બન્યા હતા. ત્યારબાદ
રાજ્યસભામાં નિયુક્ત થયા અને ‘પદ્મવિભૂષણ' ના ખિતાબથી સન્માન અપાયું. ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂટાંયા અને ઇ. સ. ૧૯૬૭માં આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા. પોતાના બાગમાં ગુલાબની બસો જેટલી જાતો પોતાનો પરિચય આપ્યો હતો. ડો. હુસેન વાચનના ખૂબ જ શોખીન હતા. પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી તરીકે તેમણે પોતાનો
પરિચય આપ્યો હતો. ડો. હુસેન વાચનના ખૂબ જ શોખીન હતા. પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી હતા. કેપેટાલિઝમ, શિક્ષા જેવા કેટલાક પુસ્તકો પણ લખ્યા હતા. તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. ઉમદા દેશભક્ત, શિક્ષાશાસ્ત્રી અને સરળ વ્યક્તિત્વ તરીકે તેઓ
જગજાહેર હતા. રાષ્ટ્રપતિપદની ગરિમાને શોભાવી રહ્યા હતા ત્યારે તા. ૦૩-૦૫-૧૯૬૯ના રોજ અવસાન થયું હતું.
સાહિત્યકાર
ઇશ્વરપેટલીકર
‘લોકસાગરને તીરે તીરે' કોલમના લેખક હતા ઇશ્વર
પેટલીકર. તેમનો જન્મ તા. ૦૩-૦૫-૧૯૧૬ના રોજ ખેડા જિલ્લાના પેટલી મુકામે થયો હતો, ને તેથી 'પેટલીકર' લખતા હતા. મૂળ નામ ઇશ્વરભાઇ પટેલ. તેમણે પન્નાલાલ પટેલને આર્દશ માની તળપદી
ભાષામાં લખવાનું શરૂ કર્યું.
૧૯૪૪માં પોતાના ગામમાં બનેલી એક ઘટનાને
ધ્યાનમાં લઇ ‘જનમટીપ' નવલકથા લખી, તેના પરથી પછી તો ગુજરાતી ફિલ્મ પણ બની હતી ને એને ઇનામ પણ મળ્યું.
એમણે લગભગ બાર જેટલા
વાર્તાસંગ્રહો અને પચીસ જેટલી નવલકથાઓ આપી છે. એમના લેખોના સંગ્રહના અલગ પુસ્તકો
થયા છે. એમણે સર્જનનો મોટાભાગનો સમય અમદાવાદમાં ગાળ્યો હતો.
No comments:
Post a Comment