નારાયણ સ્વામી
સંતવાણીના
સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત, શૂરા અને સતિની ભોમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા
પાસેના આંકડિયા ગામે તા. ૨૯-૦૬-૧૯૩૮ ના રોજ
પ્રભુપરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતાપિતાએ તેમનું
નામ શક્તિદાન રાખ્યું. સંત સ્વભાવના માતા-પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં
મળ્યો હતો. રાજકોટમાં એક ઉધ્યોગપતિને
ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે
મહારાજની ભગવતકથામાં સંતવાણી આપવા પણ જાય. સાંસારિક જીવનનો ત્યાગ કરી, સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રતિવર્ષ સંતવાણીનો
કાર્યક્રમ થતો જેમાં પૂજ્ય મોરારીબાપુ પણ નારાયણ સ્વામીના ભજનો સાંભળવા અચૂક આવે. આવા સૂરના સ્વામી અલગારી ભજનિકનું ઇ. સ. ૨૦૦૦માં અવસાન થયુ.
No comments:
Post a Comment