Wednesday, 5 June 2013

૭ મી મે

સંત ભોજા ભગત

                ચાબખા નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા  'ગુજરાતના કબીર' ભોજા ભગતનો જન્મ તા. ૦૭-૦૫-૧૭૮૫ના રોજ વૈશાખી પૂર્ણિમાએ જેતપુર પાસેના દેવલીગાલોલ ગામમાં થયો હતો. બાલ્યકાળમાં ઇશકૃપાએ સર્જેલા ચમત્કારોથી અસંખ્ય શ્રદ્ધાળુ તેમના દર્શને આવવા લાગ્યા. ગાયકવાડી  અમરેલી પાસેના ફતેપુર ગામમાં આવી આશ્રમ બાંધ્યો. અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા. તેમને સંબોધીને તેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ચાબખા નામથી જાણીતા છે. પ્રાણિયા ભજી લેને કિરતાર અને કાચબા- કાચબીનું ભજન મહાત્મા ગાંધીજીને ખૂબ ગમતું. ઉપરાંત કિર્તન, હોરી, ધોળવાર વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે. એમની વાણીમાં કુલ ૨૦૪ પદોનોસંગ્રહ કરવામાં આવ્યો છે. તેઓ બિલકુલ નિરક્ષર હોવા છતાં તેમની કાવ્યવાણીમાં શબ્દ તથા અલંકારો, રંગીન આતશબાજીની જેમ રંગબેરંગી પ્રકાશ ફેલાવે છે. આ ભક્તિ કવિએ પોતાનો દેહત્યાગ તેમના શિષ્ય જલારામના સાંનિધ્યમાં વિરપુરમાં ઇ. ૧૮૫૦ માં કર્યો હતો.

No comments: