રણજિતરામ મહેતા
' ગુજરાતી સાહિત્ય પરિષદ ' ના સ્થાપક અને સંવર્ધક
શ્રી રણજિતરામ મહેતાનો જન્મ સુરતમાં ઇ. ૧૮૮૨ માં થયો હતો. અભ્યાસ પૂર્ણ
કર્યા પછી ઉમરેઠની શાળામાં હેડમાસ્તર તરીકે જોડાયા.અમદાવાદમાં 'સોશિયલ એન્ડ લિટરરી એસોસિયેશન' નામની એક સંસ્થાના સભ્ય
થઇ સહમંત્રી બન્યા હતા, અને 'ગુર્જર સાક્ષર જયંતીઓ' ઉજવવાની શરૂઆત કરાવી હતી. 'સાહિત્ય', 'બુદ્ધિપ્રકાશ', 'નવજીવન' એમ અનેક સામાયિકોમાં
લગભગ નિયમિત પણે લેખમાળા ચલાવતા હતા. ગુજરાતી
સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય
પરિષદ, ગુર્જર સાક્ષર
જયંતીઓની યોજના, સાહિત્ય તથા
કલાનાં પ્રર્દશનો, ગુજરાતી કેળવણી
પરિષદ વગેરે પ્રવૃતિઓ હાથ ધરી તરવા જતાં, પાણીમાં દૂબીને અવસાન પામ્યા. આજે પણ પ્રતિવર્ષ ગુજરાતી ભાષામાં ઉતમ કૃતિ
રચનાર સાહિત્યકારને ' રણજિતરામ
સુવર્ણ્ચંદ્રક ' અર્પણ કરી
બહુમાન કરાય છે.
No comments:
Post a Comment