Wednesday, 5 June 2013

૨૦ મી મે

બિપીનચંદ્ર પાલ

              લાલ,બાલ ને પાલ ની ઐતિહાસિક ત્રિપુટીમાનાં એક આદર્શ સપૂત શ્રી બિપીનચંદ્ર પાલ ખરેખર ભાવિ ભારતના ર્દષ્ટા હતા. સત્યાગ્રહની સફળ યોજના ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઘડી પરંતુ તેની સ્વતંત્ર રીતે ભૂમિકા તૈયાર કરનાર હતા બિપીનચંદ્ર બંગાળના અનેક ક્રાંતિવીરોની જેમ પ્રખર રાષ્ટ્રભક્તોની પંક્તિમાં જેમનું નામ આગળ મૂકાય છે.શ્રી બિપીનચંદ્ર પાલ માત્ર રાજયોદ્ધા જ ન હતા, એક પ્રખર પત્રકાર પણ હતા. તમને વંદે માતરમ’,'સ્વરાજ ને બંગાળી’ વડે પ્રાંત ને દેશની પ્રજામાં નવપ્રાણ પૂર્યા. તેમણે કહેલું ; કાયદો જ્યાં સુધી આપણા અધિકારને માન આપશે ત્યાં સુધી જ આપણે કાયદાને માન આપીશું. એમણે જેલ, દંડ વગેરેની સજા ભોગવી હતી. તા.૨૦-૦૫-૧૯૩૨ના રોજ તેમનો દેહવિલય થયો

No comments: