હેન્રી મોર્ટન
સ્ટેનલી
મહાન શોધસફરી હેન્રીનો જન્મ વેલ્સના ડેનબાય
મુકામે થયો હતો. બાળપણનું નામ જૉન રોલેન્ડ્રસ. ઇ.સ. ૧૮૭૪માં
વિક્ટોરિયા સરોવરની પ્રદક્ષિણા કરી કોંગો નદીના મુખને શોધી કાઢયું. એની શોધસફરથી ખુશ
થઇ જગતે તેને વધાવી લીધો હતો. પાર્લામેન્ટની ચૂંટણીમાં વિજયી બન્યા હતા અને
તેને નાઇટહૂડથી નવાજવામાં આવ્યા હતા. તા. ૧૦-૦૫-૧૯૦૪ના રોજ તેનું અવસાન થયું.
વૈધરાજ ઝંડુ ભટ્ટજી
ઝંડુ ભટ્ટજીનો જન્મ જામનગરના પ્રશ્નોતરા નાગર
પરિવારમાં થયો હતો. ભટ્ટજીનું મૂળ નામ કરૂણાશંકર હતું. પરંતુ માથાના
વાળ ઝંડુ જેવા તેથી માતા
એમને ‘ઝંડુ' ના હુલામણા
નામથી બોલાવતી, એટલે પછી ઝંડુ ભટ્ટજી નામ પ્રચલિત થઇ ગયું.
નાનપણથી જ તેઓ તીવ્ર જિજ્ઞાસાવૃતિ ધરાવતા હતા. સોળ વર્ષની ઉંમરે
તેઓ જામસાહેબના સહાયક રાજવૈધ તરીકે નીમાયા હતા. જામસાહેબના સહકારથી તેમણે આયુર્વેદિક
દવાઓનો ભંડાર, જેને રસશાળા કહેવાય તેની સ્થાપના કરી હતી.
જામસાહેબે ઝંડુ ભટ્ટજીને જામનગર શહેરના
સુધરાઇના પ્રમુખ નીમ્યા. તેમણે પોતાની
વાડીમાં ઔષધો રાખવાની સાથે સાથે દર્દીઓને રહેવાની સગવડ પણ ઊભી કરી. આમ આધુનિક હૉસ્પિટલનો
ખ્યાલ ઝંડુ ભટ્ટજીએ આપ્યો.
No comments:
Post a Comment