રવીન્દ્રનાથ
ટાગોર
આપણાં દેશના રાષ્ટ્રગીત
‘જનગણમન.....’ના રચયિતા કવિ
રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ તા. ૦૮-૦૫-૧૮૬૧ના રોજ
બંગાળમાં થયો હતો. શરૂઆતથી જ આગવું
શિક્ષણ પ્રાપ્ત કરી ધાર્મિક અને શૈક્ષણિક
વિચારધારામાં મહત્વનો ફાળો આપેલ. કવિતા, નવલકથા, નાટકો, નિબંધો વગેરે પ્રકારનું
સાહિત્ય તેમની કલમે રચાયું. ‘ગીતાંજલિ’ નામે તેમના
કાવ્યગ્રંથ માટે તેમને ‘ નોબેલ પારિતોષિક ‘ મળ્યું હતું. તેમનું
સુંદર અને જાણીતું કાવ્ય ‘મારા સ્વપ્નનું ભારત' એ સમયે શિષ્યો અને પ્રજામાં બહુ પ્રિય હતું. પેરિસમાં એમના ચિત્રોનું પ્રદર્શન ભરાયું અને
પછી તો સમગ્ર યુરોપ- અમેરિકામાં એમના
ચિત્રો ખૂબ વખણાયા. બંગભંગ આંદોલન
વખતે તેમનું રચેલું રાષ્ટ્રગીત
પૂરા દેશમાં ગવાતું હતું. ગાંધીજીએ
રવીન્દ્રનાથજીને ‘ગુરુદેવ’બનાવ્યા અને ‘રાષ્ટ્રના પહેરેગીર' તરીકે સંબોધન કર્યું હતું.
No comments:
Post a Comment