દાદાભાઇ નવરોજી
‘હિંદનાદાદા’ નું હુલામણું
બહુમાન પ્રાપ્ત કરનાર, પારસી સદગૃહસ્થ દાદાભાઇ નવરોજીએ પાંચ વર્ષની
વયે પિતાની છત્રછાયા ગુમાવી. કૉલેજમાં પ્રોફેસર થયા અને વિલાયત ગયા. ત્યાંની પ્રજામાં
દાદાભાઇની સચ્ચાઇનો એવો પડઘો પડયો કે ત્યાંના લોકોએ તેમને પ્રતિનિધિ ચૂંટીને પાર્લામેન્ટમાં
મોકલ્યા. ૧૯મી સદીના અંત ભાગમાં ભારતમાં પણ રષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઇ હતી. તેમાં ત્રણ ત્રણ
વખત તેઓ પ્રમુખ થયા હતા. હિંદની લડતનું અંતિમ ધ્યેય ‘સ્વરાજ’ હોવાની ઘોષણા
કરીને એમણે લોકોમાં એક નવો જ પ્રાણ પૂર્યો. ૯૩ વર્ષની વયે અવસાન પામ્યા.
No comments:
Post a Comment