Saturday, 22 June 2013

૧૩ મી જુન

ગણેશ સાવરકર

                     ક્રાંતિવીર શ્રી ગણેશ દામોદર સાવરકરનો જન્મ નાસિક જિલ્લાના ભાગૂર ગામે તા. ૧૩-૦૬-૧૮૭૯માં થયો હતો. નાનપણમાં જ કુટુંબની બધી જવાબદારી એમના પર આવી પડેલી. પરિણામે ઇચ્છિત શિક્ષણ પણ તેઓ પ્રાપ્ત કરી શક્યા નહીં. કવિતાઓ લખવા બદલ તકસીરવાર ઠરાવીને તેમની સઘળી મિલકત જપ્ત કરી, તેમને કાલાપાણીની સજા ફટકારવામાં આવી. તેમણે પુસ્તકો, છૂટક કાવ્યો, લેખો વગેરે લખ્યા છે પરંતુ તેમનો સૌથી ચિંતનનીય ગ્રંથ તો રાષ્ટ્રમીમાંસા' છે જેમાં એમણે રાષ્ટ્ર' શબ્દની ઉત્પતિથી માંડી રાષ્ટ્ર કેવું હોવું જોઇએ તેનું વિશદ દર્શન કરાવ્યું છે. એક જ કુટુંબના બંને ભાઇઓએ રાષ્ટ્રસેવા ખાતર કાળાપાણીની સજા ચૌદ વર્ષ સુધી ભોગવી હોય એવું જવલંત ઉદાહરણ આ સાવરકર બંધુએ જગતને પૂરૂ પાડયું છે

No comments: