ગોપબંધુ દાસ
ક્રાંતિકારી શ્રી ગોપબંધુ દાસનો જન્મ ઓરિસ્સા
પાસેના એક નાનકડા ગામમાં થયો હતો. નાનપણથી જ તે
અંધશ્રદ્ધા અને વહેમોયુક્ત ધાર્મિક વિચારોથી મુક્ત હતા. થોડો સમય શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ વકાલત
શરૂ કરી અને સાથે સાથે યુવાનોને જાગ્રત કરી એમની રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં તેઓ
લાગી ગયા. ગોપબંધુ લોકકલ્યાણના અનેક
કાર્યોમાં મશગુલ રહ્યા. પૂર અને દુષ્કાળ
રાહતનું કાર્ય એમની પ્રવૃતિનું મુખ્ય અંગ હતું. ૧૨-૦૬-૧૯૨૮ના રોજ એમનું અવસાન થયું. ઓરિસ્સામાં પત્રકારત્વનો પાયો ઘડતર કરવાનો યશ ગોપબંધુને
જ ઘટે છે.
No comments:
Post a Comment