ડૉ. નોર્મન બ્રાઉન
સંસ્કૃતજ્ઞ પંડિત ડૉ. નોર્મન બ્રાઉનનો જન્મ તા. ૨૪-૦૬-૧૮૯૨ના રોજ અમેરિકામાં થયો હતો. ઝોન હોપકીન્સ યુનિવર્સિટિમાં તેમણે શિક્ષણ
મેળવ્યું. દરમિયાન તે જ યુનિવર્સિટી
માં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી. તેમની સેવાઓની કદર કરી પ્રિન્સ ઓફ વેલ્સે
જમ્મુની કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપવા ભારત આવવા નિમંત્રણ આપ્યું. બે વર્ષ સેવાઓ આપી. મદ્રાસ યુનિવર્સિટીએ ડી. લિટ્ની અને પશ્રિમ
બંગાળએ ‘જ્ઞાન રત્નાકર’ ની પદવી આપી બહુમાન કર્યું. તેમના પ્રકાશનોમાં ’ધી સ્ટોરી ઓફ કાલકા’, ’ધી વસંતવિલાસ’, ‘ધી મહિમ્નસ્તોત્ર’, ‘ધી સૌંદર્ય લહરી’ વગેરે શ્રેષ્ઠતમ છે. તેમણે જૈન સાહિત્યનો અભ્યાસ પણ કર્યો હતો. ઇ. ૧૯૫૭માં ૮૨ વર્ષની પાકટ વયે તેમનું અવસાન થયું.
પંડિત ઓમકારનાથ
ઠાકુર
પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ તા. ૨૪-૦૬-૧૮૯૭ના રોજ વડોદરા ખાતે આવેલા ભાદરણ નામના ગામમાં થયો હતો. બાળપણથી જ એમનો કંઠ મધુર હતો. પં. વિષ્ણુ દિગંબર
પાસે તેઓ સાત વર્ષ રહ્યા. વહેલી સવારે ઊઠી
મંદ્ર સ્વરમાં અવાજની સાધના કરતા હતા. કાશીમાં બનારસ યુનિવર્સિટીમાં સંગીતના
પ્રાધ્યાપક તરીકે જોડાયા. અને ત્યાં જ
આચાર્ય બન્યા.
ભારત અને વિદેશોમાં એમણે ઘણા
કાર્યક્રમો કર્યા. ૧૯૪૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક્થી સન્માનિત કરવામાં આવ્યા. સંગીત ઉપરાંત યોગમાં પણ તેઓ નિપુણ હતા. વળી તેઓ ઉતમ વક્તા પણ હતા. આઝાદીની લડતમાં પણ એમણે ભાગ લીધો હતો.
No comments:
Post a Comment