Saturday, 22 June 2013

૨૦ મી જુન

લક્ષ્મણરાવ કિર્લોસ્કર

                     ભારતના મહાન ઉદ્યોગપતિ  શ્રી લક્ષ્મણરાવનો જન્મ તા. ૨૦-૦૬-૧૮૬૯માં થયો હતો. પોતના જીવનની શરૂઆત મિકેનિકલ ડ્રોઇંગ માસ્ટર તરીકે કરેલી સ્વભાવથી જ તેઓ સાહસિક અને આંતરસૂઝવાલા હતા. શરૂઆતમાં લોખંડના હળ બનાવવા માંડયા. પછી તો આંધ્રના રાજ શ્રીમંત બાળાસાહેબની મદદથી તેમણે પ્રગતિ સાધી. ત્યારબાદ કિર્લોસ્કર વાડીના પોતાના કારખાનાને લિમિટેડ કંપની બનાવી. ખેતીને લગતા નાના મોટાં યાંત્રિક સાધનોના અગ્રગણ્ય ઉત્પાદક તરીકે તેઓ ભારતના જ નહીં, વિશ્વવિખ્યાત બન્યા. ખેતીપ્રધાન ભારતા દેશના લાખો ખેડૂતોની સ્થિતિ સુધારવા તેમણે બ્રિટીશ શાસનકાળ દરમિયાન કરેલા પ્રયોગો અને શોધોનું ઘણું ઊંચુ મૂલ્ય છે. એમના કારખાનાઓનું મુખપત્ર  કિર્લોસ્કર પણ મરાઠી ભાષાનું એક અગ્રગણ્ય માસિક ગણાતું હતું. ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રી ઉન્નતિ વગેરે જેવી સામાજિક પ્રવૃતિઓમાં સક્રિય રસ લેતા હતા. ઇ. સ. ૧૯૫૬માં કિર્લોસ્કરનું નિધન થયું.  

No comments: