Showing posts with label વેબ પરિચય. Show all posts
Showing posts with label વેબ પરિચય. Show all posts

Thursday, 5 November 2015

શિક્ષણમાં નાવીન્યકરણ 

      
                                   https://goo.gl/Ql8w4Q


પ્રસ્તાવના

                મોબાઈલ મંચ એ શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો માટે એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક પ્રોજેક્ટ અંતર્ગત શરુ કરવામાં આવેલ ચર્ચા મંચ છે. આ ચર્ચા મંચમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને દર દસ દિવસના અંતરે પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલ નવતર પ્રયોગો તથા પ્રાથમિક શિક્ષણના મુખ્ય મુદ્દા જે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે તેને અનુસરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યો આ મુદ્દા પર મંતવ્યો રજુ કરે છે.
પ્રક્રિયા

દર 10 દિવસે 1 પ્રશ્ન ગૂગલ ફોર્મ દ્વારા પૂછવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય માટે અલગ ફોર્મ હોય છે.ફોર્મની લીંક મેસેજ દ્વારામોકલવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય ફોર્મમાં મંતવ્યો રજુ કરે છે, અને જવાબ સબમિટ કરે છે.
જાગૃતતા અને પ્રોત્સાહન

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને એક જવાબ માટે 15 પોઈન્ટનો પત્ર મળે છે, જેની સાથે મળેલ જવાબોનું વિશ્લેષણ કરીને મોકલવામાં આવે છે.દરેક પ્રશ્નમાં નવતર પ્રયોગ વિષે જાણકારી મળે છે અને નવતર પ્રયોગ શું છે અને તે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની જાણકારી મળે છે.
પત્રમાં જણાવવામાં આવેલ વિશ્લેષણ પરથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના નવિન વિચારો તથા તેને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની જાણકારી સભ્યોને મળે છે.150 પોઈન્ટ થતા એક પ્રમાણપત્ર આઈ.આઈ.એમ-અમદાવાદ તરફથી આપવામાં આવે છે.500 પોઈન્ટ થતા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા આયોજિત નવતર પ્રયોગ કરનાર શિક્ષકોની કોન્ફરન્સમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને આમંત્રિત કરવામાં આવે છે.
ફાયદા

શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોનું એક મોટું નેટવર્ક ઉભું થઇ રહ્યું છે, જ્યાં મોબાઈલની મદદ થી નવીન વિચારોની આપ-લે થાય છે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા થાય છે.મોબાઈલ પર મેસેજ દ્વારા ફોર્મની લીંક મોકલવામાં આવે છે જેથી દરેક સભ્ય પોતાના અનુકુળ સમયે સરળતાથી જવાબ આપીને ચર્ચામાં જોડાય છે.શિક્ષણમાં થતા નવીન પ્રયોગોથી સભ્યો જાગૃત થાય છે અને પોતાની શાળામાં આ પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય છે.

મોબાઈલ મંચમાં જોડાવવા માટે આ લીંક પર ક્લિક કરો:


Tuesday, 13 October 2015

પાવાગઢ -ચાંપાનેર

                        પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.


         શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.
                 રમણીય પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલું અનેક શિલ્પ-સ્થાપત્યો અને જાહોજલાલીપૂર્ણ ઈમારતોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું નાગર એટલે ચાંપાનેર. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર ખડચંપાના રંગની આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર નગર વસાવ્યું હોવાનું મનાય છે.

આવી જ પાવાગઢ -ચાંપાનેર વિશેની અવનવી વાતો જાણવા માટે અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલ અને વિશ્વ વિરાસત ધાર્મિક સ્થળ વિશેની માહિતી પૂરી પાડતી અને પ્રવાસીઓ માટે માર્ગદર્શન રૂપ પાવાગઢ-ચાંપાનેરની વેબસાઇટ તારીખ ૧૩/૧૦/૨૦૧૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની હાજરીમાં પાવાગઢ ધાર્મિક સ્થળ ખાતેના વિકાસ કામોના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત તેમના શુભ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. જેમાં ચાંપાનેરનો ઐતિહાસિક ઇતિહાસ,સ્થાપત્યો અને લોકવાયકાઓ તેમજ પ્રવાસ સ્થળ તેમજ અન્ય પ્રવાસીય સુવિધાઓ વિશેની માહિતી મૂકવામાં આવેલ છે. તો અવશ્ય મુલાકાત લો. 




હેલ્પ લાઈન નંબર
(02676) 293110/293048

 ઈમેલ

info@pavagadhchampaner.com

Friday, 3 July 2015

ડિઝિટલ લોકર

ગેજેટ ડેસ્કઃ સરકારના ડિઝિટલ ઇન્ડિયા અભિયાની પહેલી કડીના ભાગ રૂપમાં ડિઝિટલ લોકર લોન્ચ કરવામાં આવ્યુ છે. જે તમામ લોકો માટે આ સુવિધાજનક પહેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (DeitY) દ્વારા આ લોકર સર્વિસને શરૂ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ ડિઝિટલ લોકર અને તેના ફિચર્સ વિશે..

           
           
શું છે ડિઝિટલ લોકર

ડિઝિટલ લોકરમાં તમારા તમામ ડોક્યુને્ટ્સ સંભાળીને રાખી શકો છો. આ એક પ્રકારનુ ઓનલાઇન રિપોઝિટરી છે. ડિઝિટલ લોકરનો પ્રસ્તાવ નવેમ્બર 2014માં રાખવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં જણાવાવામાં આવ્યુ હતુ કે લોકર લોકોના આધાર કાર્ડથી જોડાયેલુ રહેશે. સાથે સાથે તેમાં યુઝર્સના બધાજ દસ્તાવેજ રાખી શકાશે. આ તમામ દસ્તાવેજો જેવા કે જન્મ-મરણ પ્રમાણ પત્ર અને ડિગ્રી. દસ્તાવેજ જે કોઇ યુઝર્સના છે તેમનો આધાર નંબર નાખીને પ્રાપ્ત કરી શકાશે. આ સંબંધિત ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રાદ્યોધિક વિભાગે તેનુ આધુનિક સંસ્કરણ રજૂ રહ્યુ હતુ આ પ્રધાનમંત્રીના મહત્વકાંક્ષી કાર્યક્રમ ડિઝિટલ ઇન્ડિયાનુ સૌથી મોટુ ઉપકરણ છે.

 કેવી રીતે કરી શકાશે ઉપયોગ-

ડિઝિટસ લોકરનો ઉપયોગ કરવા માટે વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવાનુ રહેશે. તેમાં આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરી શકાય છે. ડિઝિટલ લોકર સ્કિમનો ધ્યેય શૈક્ષણિક, મેડિકલ, પાસપોર્ટ અને પેન કાર્ડની જાણકારીને એક જગ્યાએ રાખવાનો છે. આ લોકર એટલી સુવિધાજનક હશે કે તેમે દુનિયાના કોઇ પણ ખુણામાં બેસીને તેનો ઉપયોગ કરી શકશો. કારણ કે આ તમારા ડોક્યુમેન્ટ્સ ક્લાઉડ સ્ટોરેજ સાથે જોડાયેલા રહેશે. આ લોકરનો ઉપયોગ કરવાથી કોઇ પણ વ્યક્તિને પોતાના ઓરિઝનલ ડોક્યુમેન્ટ્સની જરૂર નહી પડે . કેટલીક વખત વિદેશમાં નોકરી પર રાખતી કંપની તમારો પાસપોર્ટ જમાં કરી લે છે. જોકે કોઇક સમયે પોસપોર્ટની જરૂર પડે ત્યાર તમે મુશ્કેલીમાં મુકાઇ જવાય છે. હવે આ લોકરની મદદથી તમારી સમસ્યાનુ સમાધાન થઇ જશે. જો કે આ તમામ ડોક્યુનેન્ટ્સને યુઝર્સ પાસવર્ડની મદદથી સિક્યોર રાખી શકે છે.ડિઝિટલ લોકરમાં સાઇન ઇન કરવા માટે પહેલા તમારે આધાર નંબર અને જે મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડ જોડાયેલુ છે તે નંબર નાખવાનો રહેશે. યુઝરને એક ટેક્સ્ટ મેસેજ મળશે, તેમાં એક કોડ લખેલો હશે તે તમારે એન્ટર કરવાનો રહેશે ત્યાર બાદ આધાર નંબર (UID)  ટાઇપ કરવાનુ રહેશે. સાથે સાથે તમારે કોડ નંબર પણ એડ કરવાનો રહેશે. ત્યાર બાદ સાઇન ઇન બટન પર ક્લિક કરીને ઓટીપી(One time password) યૂઆઇડીએઆઇ દ્વારા યૂઝરના મોબાઇલ નંબર પર આવશે. ધ્યાન રહે કે તે ઓટીપી 30 મિનિટ માટે જ વેલિડ ગણાશે. અને જો તમે પાસવર્ડ ખોટો નાખશો તો તે મને બીજો એક ટ્રાય કરવા માટે કહેશે, તમે પાસવર્ડ એન્ટર કર્યા બાદ વેલિડ ઓટીપી ટેબ પર ક્લિક કરવાનુ રહેશે. જેવો તમારો ઓટીપી વેલિડેટ થઇ જશે કે તરત જ સાઇન-અપ પ્રોસેસર પુરી થઇ જશે. જો યુઝરે ઇ-મેઇલ આઇડી એન્ટર કર્યુ હશે તે ઇમેઇલ આઇડી ઉપર પણ મેઇલ આવશે. તેમાં ઓટીપી નાંખીને વેલિડેટ ઓટીપી પર ક્લિક કરી સાઇનઅપ કરી શકાશે. તમે સરળતાથી એક્સેસ કરી શકશો. તમે જેવા લોગ ઇન થશો કે તરત જ મોબાઇલની સ્કિરન પર ડેશબોર્ડ આવી જશે તેમાં તમારે ડોક્યુનેન્ટ્સની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જેવી કે પાનકાર્ડ, વોટર આઇડી, માય પ્રોફાઇલ, માય સર્ટીફિકેટ વગેરે વગેરે. તેમાં તમને બે સેક્શન મળશે. તેમાં જે જાણકારી તમે એડ કરી છે તે તમે બીજા કોઇને મેઇલ કરી શકો છો.

સેલ્ફ એસ્ટેડ ડોક્યુનેન્ટ્સ રાખી શકાશે

 ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રાદ્ધોગિક વિભાગે હાલમાં ડોક્યુમેન્ટ્સ માટે 10 MB સ્પેસ આપી છે. તેને 1GB  સુધી વધારે તેવી સંભાવના છે. સ્ટોરેજ સ્પેસ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરના ક્લાઉડ પર ઉપલબ્ધ રહેશે. આ સોફ્ટવેર સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ (સી-ડેક) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે. તમારા ડોક્યુમેન્ટ્સને ડિઝિટલ સિગ્નેચર સાથે સેલ્ફ અટેસ્ટ કરીને તેમાં રાખી શકો છો. તમારી ઇ-સિગ્નેચરથી તેમો કોઇ આશંકા નથી રહેતી. ડિઝિટલ લોકરનુ આધુનિક સંસ્કરણ www.digitallocker.gov.in પર ઉપલબ્ધ છે. એક વખત ડિઝિટલ લોકરમાં સાઇન ઇન કરવા પર ડિઝિટલ લોકરના આધારે તમારા ડેટાબેઝને તમામ જાણકારી સિન્ક કરી લે છે.
જ્યારે બીજો પક્ષ અરજી કરનાર યુઝર જે તમારા દસ્તાવેજને ઇલેક્ટ્રોનિકલી સિક્યોર રાખવા માંગે છે. આ ડિઝિટલ લોકર એ તમામ એજન્સીઓના નામ બતાવશે તે ડિઝિટલ સિગ્નેચર જાહેર કરે છે. સાથે સાથે તેમનુ નામ પણ બતાવશે તેમણે તમારા ડિઝિટલ ડોક્યુમેન્ટ્સ જોયા છે. તમે આ તમામ ઇ-ડોક્યુમેન્ટ્સને એક એક્સએમએલ ફોર્મેટમાં સેવ કરીને લોકરમાં અપલોડ કરી શકોછો. સાથે સાથે ઇ સાઇન સર્વિસનો  ઉપયોગ પણ કરી શકો છો.
            


     

Friday, 26 June 2015

એનીઆરઓઆર.

                  
એનીઆરઓઆર.
                 
                જમીન મહેસૂલના ઉતારામાં થતા ફેરફારથી અજાણ રહેતા લોકો હવે ઘરે બેઠાં જાણકારી મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલના ઉતારા ઓનલાઈન કરાતાં અત્યાર સુધી જમીનના રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે માહિ‌તી મેળવવા મામલતદાર ઓફિસમાં ધક્કા ખાતા નાગરિકો એનીઆરઓઆર. ગુજરાત. જીઓવી. ઈન વેબસાઈટ પર જઈ મહેસૂલી ઉતારા મેળવી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.અત્યાર સુધી જમીન મહેસૂલના ઉતારા ૭/૧૨, ૮-અ અને ૬-કમાં થનાર કોઈ પણ પ્રકારના ફેરફારની માહિ‌તી મેળવવા માટે નાગરિકોએ મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે.
                   તેમાં પણ બહાર ગામ કે વિદેશ રહેતા નાગરિકોને તેમની જમીનના મહેસૂલી રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે ભગવાન ભરોસે જ રહેવું પડતું હોય છે. આ સ્થિતિમાં ઘણી વખત જમીન માલિકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.આ વિગતો સરકારના ધ્યાને આવતાં મહેસૂલ વિભાગે માત્ર જીસ્વાન સાઈટ પર ઓનલાઈન દેખાતા ૭/૧૨, ૮-અ અને ૬-કના ઉતારાને પબ્લિક ડોમીન પર મૂકી સાર્વજનિક કર્યા છે. જેનાથી રાજ્ય સરકારની વેબસાઈટ પર જઈ હવે નાગરિકો ઘરે બેઠાં જ મહેસૂલી ઉતારા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
-શું છે ૭/૧૨?
           મહેસૂલી રેકોર્ડમાં ગામ નમૂના નંબર ૭ અને ૧૨ માલિકી હક્ક માટે હોય છે. ગામ નમૂના નંબર ૭માં જમીન માલિકનું નામ, જમીનનું ક્ષેત્રફળ, થયેલ ફેરફારની નોંધ, ખાતા નંબર, ગામ, તાલુકો અને જિલ્લાની વિગતો દર્શાવવામાં આવી હોય છે. જ્યારે કોઈ કાનૂની કેસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી લ્હેણાની વિગતો પણ બીજા હક્કમાં દર્શાવેલી હોય છે. જ્યારે ગામ નમૂના નંબર ૧૨માં પાક સહિ‌તની વિગતો હોય છે.
-શું છે ૮-અ?
ગામ નમૂના ૮-અ ખાતા તરીકે ઓળખાય છે. જેમાં એક જ જમીન માલિકની ગામમાં આવેલી તમામ જમીનોના સર્વે નંબરની વિગતોનું એક ખાતું બનાવવામાં આવે છે. જે ૮-અ તરીકે ઓળખાય છે.
-શું છે ૬-ક?
ગામ નમૂના ૬-કને હક્ક પત્રક નોંધ તરીકે ઓળખાય છે. ૭/૧૨માં દર્શાવેલી ફેરફાર નોંધોની વિગતો ૬-કમાં હોય છે. રેકોર્ડમાં થનાર ફેરફાર અંગે હક્કપત્રક ૬-કમાં નોંધ પડાય છે.
-છેતરપિંડીના બનાવો ઘટશે
હાલ મહેસૂલી ઉતારામાં થતા ફેરફારોથી અજાણ જમીન માલિકો સાથે છેતરપિંડી થતી હોય છે. એનઆરઆઈ લોકોના કિસ્સામાં આવી ઘટનાઓ બને છે. પરંતુ હવે ઓનલાઈન મહેસૂલી ઉતારાથી વિદેશમાં બેઠેલા લોકો પણ જમીનનો મહેસૂલી રેકોર્ડ જોઈ શકશે.
-અન્ય હેતુ માટે ઉપયોગ નહીં થાય
ઓનલાઈન મહેસૂલી રેકોર્ડને પ્રિન્ટ પણ કરી શકાશે. પરંતુ આ રેકોર્ડ કોઈ પણ સરકારી કે કાયદાકીય રેકોર્ડમાં ઉપયોગ કરી શકાશે નહીં. સરકારી કે કાયદાકીય ઉપયોગ માટે મામલતદાર કચેરીમાંથી પ્રમાણિત નકલો જ મેળવવાની રહેશે.
વધુ માહિતી માટે  મુલાકાત લો 









‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

          
‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''

               ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો  પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે આહ્વાહન કર્યું હતું.

              જનસેવા કેન્દ્રમાં દૂરદૂરનાં ગામડેથી આવતાં નાગરિકોને તકલીફ પડતી હતી. તે સમસ્યાનાં સમાધાનરૂપે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવાનો વિચાર આવ્યો અને ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો'' યોજના અમલમાં મુકવામાં આવી.



સ્વાગત ઓનલાઇન

સ્વાગત ઓનલાઇન
(રાજ્ય સ્તરે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદો અને સૂચનોની રજૂઆત)
           મહિનાના દર ચોથા ગુરુવારે મુખ્યમંત્રી જનસંપર્ક અભિયાન અતર્ગત તેમની કચેરીમાં સ્વાગતયોજના અન્વીયે પ્રજાની ફરિયાદો-સૂચના સાંભળે છે અને તેનો પ્રતિ ઉત્તર અને દિશા સૂચન કરે છે. દ્રશ્ય શ્રાવ્યના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સંલગ્નત ખાતાકીય વડાઓ તેમજ જિલ્લાવાર મુખ્યાલયના પ્રતિનિધિઓ હાજર હોય છે. અંતરિયાળ વિસ્તારના આમ આદમીની ફરિયાદ સ્વા‍ગતયોજના અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં સાંભળે છે. અને તેના જવાબો આપી તેમના પ્રશ્નોનું નિવારણ કરે છે. રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનું શ્રેષ્ઠતમ પરિણામ આવે તેવા પ્રયાસો સતત કરતા રહે છે. સ્વાતગતકાર્યક્રમના શરૂઆતના સમય ગાળાથી આજ સુધી મળેલી - સાંભળેલી ફરિયાદોમાંથી અંદાજિત ૯૨.૪૫ % જેટલી ફરિયાદોનો સંતોષજનક નિકાલ કરવામાં આવ્યો .
 અને આ વિષે વધુ જાણવા માટે




ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય

              ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.
         
                  મુંબઈ રાજયમાંથી તા.1/5/1960 થી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
                
                ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હસ્તક છે.શ્રી રજની પટેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.શ્રી પી.કે.તનેજા , આઈ.એ.એસ., ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી છે.શ્રી જી.એસ.મલીક, આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.

                    ગૃહવિભાગનીમુખ્ય કામગીરી અને તેના વિશે વિશેષમાં જાણવા માટે મુલાકત લો.





Saturday, 8 February 2014

શ્રી ગાયત્રી પરિવાર

ગજ્જર કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ દ્વારા તૈયાર કરેલ આધ્યાત્મિક જ્ઞાનદાતા વેબસાઇટ 



             જેમાં શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના વિચારક્રાંતિનામક સાહિત્યસાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.ઉપરાંત તેમાં ક્રાંતિકારી વિચારો પ્રેરતા પુસ્તકો, સુવિચારો, સુવિચારો,ગાયત્રી ઉપાસનાને લગતા મંત્ર-શ્લોક તેમજ આરોગ્યને લગતી માહિતી પૂરી પાડવામાં આવેલ છે. 

સામાન્ય વહીવટી વિભાગ, ગુજરાત


           સામાન્ય વહીવટ વિભાગ એ સરકારનો એક અગત્યનો નિયંત્રક વિભાગ છે. માન. મુખ્ય મંત્રીશ્રી આ વિભાગના મંત્રીશ્રી છે. કાર્યોની રીતે આ વિભાગ પાંચ પ્રભાગોમાં વહેચાયેલો છે. દરેક પ્રભાગનું સંચાલન સચિવશ્રી કે તેમનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા કરવામાં આવે છે. અને આ વેબસાઇટને ગુજરાતીમાં પણ જોઇ શકાય છે. 


           ગુજરાત સરકારની આ વેબસાઇટ દ્વારા દરેક વિભાગના સરકારી કર્મચારીને લગતા નિયમો, પરિપત્રો, ઠરાવો, વગેરેની માહિતી મળી શકે છે.આ વેબસાઇટમાં પાંચ વિભાગ છે. 

  • કર્મચારીગણ પ્રભાગ
  • આયોજન વિભાગ
  • વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ
  • બિન-નીવાસી ભારતીયોનો વિભાગ 
  • ચુંટણી વિભાગ  

             જેમાં કર્મચારીગણ વિભાગ એ  સરકારી તમામ  ખાતાના તમામ વર્ગના કર્મચારીને લગતી માહિતી મળે છે.  જેમ કે કર્મચારી ગણ પ્રભાગ દ્વારા નામદાર રાજ્યપાલશ્રીની કચેરીને લગતી, રાજ્ય મંત્રી મડળને લગતી, સચિવશ્રીઓની બેઠકને લગતી, અખીલ ભારતીય સેવાના અધિકારીઓના મહેકમને લગતી, અંદાજપત્રને લગતી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, રાજ્ય ચુંટણીપંચ, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ખાતાકીય તપાસના ખાસ અધિકારીને સંલગ્ન કામગીરી કરવામાં આવે છે. સીધી ભરતી, બઢતી, બદલી, ખાતાકીત તપાસને લગતા નીતિ નિયમો ઘડવા તથા આ અન્વયે અન્ય વિભાગોને માર્ગદર્શન આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સચિવાલય સેવાના અધિકારીઓ અને કર્મચારીઓની મહેકમ/ સેવાને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારના કામકાજના નિયમો , સચિવાલયમાં પ્રવેશ માટે આઇ. કાર્ડ તથા એન્ટ્રીપાસને લગતી કામગીરી, પ્રોટોકોલની કામગીરી, કર્મચારી કલ્યાણની કામગીરી તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના પેન્શનને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે.

Tuesday, 24 December 2013

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર

         ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય‍ સંસ્થા છે જે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે.
           ૧૯૮૮ ની સાલ પહેલા તે સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર થયું. આ SCERT જે હવે GCERT છે. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ દ્વારા નિયંત્રિત છે. 
             આ વેબસાઇટમાં આ ખાતા વિશેની પૂરી માહિતી તેના ઉદ્દેશો અને શિક્ષણ ક્ષેત્રે તેના સંશોધનો અને પ્રકાશનોની માહિતી આપે છે. ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલી રમતોત્સવ, વિજ્ઞાન પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ આ GCERT થકી થાય છે. આ વેબાસાઇટની મુલાકાત લેવાથી DIET કક્ષાએથી થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ મેળવી શકાય છે. તેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ  સાથે સંકળાયેલી સંસ્થા અને શિક્ષણના સઅલગ અલગ વિભાગોની લિંક પણ જોડેલ છે તેમજ ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં કાર્યરત DIET ની લિંક પણ આપેલ છે. 


સોફ્ટવેર મફતમાં મેળવો લાયસન્સ કી સાથે

                હા, સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે. પરંતુ આપ આ વેબસાઇટ ની મદદથી સોફ્ટવેર મફતમાં મેળવી શકો છો. આ વેબસાઇટ પર દરરોજ એક નવો સોફ્ટવેર લોન્ચ થાય છે. લાયસન્સ  કી સાથે. આના માટે તમારે  નિયમિત આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવું પડશે, કદાચ કોઇક દિવસ તમારી જરૂરિયાતનો અથવા મનપસંદ સોફ્ટવેર તમને મળી જાય




Thursday, 19 December 2013

વેબ પરિચય

યુનિક આઈડેન્ટેફિકેશન નંબર ધરાવતું આધાર કાર્ડ શું છે?
              યુઆઈડી (UID)એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા ભારતના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. આધાર એ 12 અંકડાનો યુનિક નંબર છે જે દરેક નાગરિકને આપવામાં આવે છે. બેઝિક યુનિવર્સલ આઈડેન્ટીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એક ખાસ નંબર જારી કરવામાં આવે છે, જેની મદદથી સમગ્ર દેશમાં આવેલા રજીસ્ટાર અને એજન્સીઓ તેમની આઈડેન્ટીટીના આધારે એપ્લિકેશન તૈયાર કરે છે. આઘાર કાર્ડની નોંઘણી માટે અરજદાર ફિંગરપ્રિન્ટ અને આઈ સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક તપાસમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી તેમનો ફોટોગ્રાફ લેવામાં આવે છે અને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવે છે. એજન્સીની કાર્યક્ષમતાના આધારે અરજદારને 20થી 30 દિવસ દરમિયાન આધાર કાર્ડ આપવામાં આવે છે.તેના માટે
           સ્થાનિક મીડિયા દ્વારા રજૂ કરાયેલી જાહેરાતના અનુસંધાનમાં અરજદારે નજીકના નોંધણી કાર્યાલય પર જવાનું રહેશે. મીડિયા દ્વારા રજૂ કરાયેલી જાહેરાતમાં જણાવેલા પુરાવાઓ સાથે અરજદારે આધાર કેમ્પના સ્થળે જવાનું રહેશે. યુનિક આઈડેન્ટી ફિકેશન ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા નાગરિકોના નંબર જારી કરવા માટે દેશના વિવિધ રજીસ્ટાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. કેટલાક રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય સરકાર, સ્ટેટ પબ્લિક સેક્ટર યુનિટ્સ(પીએસયુ), બેંક, ટેલીકોમ કંપની વગેરે સાથે પણ જોડાણ કરાયું છે. આ રજીસ્ટાર એનરોલિંગ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને રહિશોને આધાર કાર્ડ આપે છે.
યુનિક આઈડેન્ટેફિકેશન નંબર ધરાવતું આધાર કાર્ડ મેળવો-ઓનલાઇન
        આધારકાર્ડ વિશે ઓનલાઇન માહિતી મેળવો અને આપનું આધાર કાર્ડ ડાઉનલોડ કરો પરંતુ તે માટે તમારે થોડા સુરક્ષા નિયમોમાંથી પસાર થવું પડે છે. અહીં દર્શાવેલ લિંકમાં તમે તમને મળેલ રશીદમાં દર્શાવેલ વિગત ચોક્કસાઇથી ભરી  આધાર કાર્ડ ઘરે બેઠા મેળવી શકો છો








Tuesday, 17 December 2013

પોતાનું આયુષ્ય જાણો

              પૃથ્વી પર જન્મ લેનાર તમામનું મૃત્ય નિશ્ચિત હોય છે, જે જન્મે છે તે મરે છે. હા, પણ તેનો સમય નક્કી હોતો નથી. જો એમ જ હોત તો બધા પોતાનું આગોતરુ આયોજન કરી શક્યા હોત! કોણ કેટલું જીવવાનું છે તે હજી કોઇ સમજી શક્યું નથી,હાલ જ્યોતિષીઓ આપણો હાથ જોઇને આયુષ્ય નક્કી કરી આપણને જણાવે છે, પણ તેઓ ચોક્કસ કેટલું જીવશો તે જણાવી શકતા નથી. બધાને પોતાનું આયુષ્ય કેટલું હશે? તે જાણવાની તમન્ના હોય છે.  
                તો ચાલો હું આપને પોતાનું આયુષ્ય જાણવાની અને મૃત્યુની તારીખ જાણવાની કેટલીક વેબસાઇટ અને તેના ઉપયોગ વિષે જણાવું.  હા! હવે કમ્પ્યૂટર પણ જ્યોતિષની માફક ભવિષ્યવાણી કરે છે. પરંતું એક વાતનો ખુલાસો કરી લઇએ કે, મૃત્યુની તારીખ બતાવતી આ વેબસાઇટ ચોક્કસ ગણતરી અને કમ્પ્યૂટર ડેટા એનાલિસિસ પર કામ કરે છે જે  આપણી  પાસે  જન્મ તારીખ અને વજન-ઊંચાઇ અને વ્યસન જેવી આંકડાકીય માહિતી માંગે છે અને જે એન્ટર કરતાં આપણને આપણા જીવનના પૂર્ણવિરામની તારીખ બતાવે છે. બીજી એક વાતનો ખુલાસો કે આ જાણકારી ૧૦૦% સાચી હોવાનો હું દાવો કરતો નથી. આ પરિણામને સાચું માનવું ન માનવું  આપની મરજી છે.આ ફક્ત એક મનોરંજન જાણકારી માટે છે  જો આપ મૃત્યુથી ડરતા ન હોય તો આપ તેનો ઉપયોગ કરી શકો છો. બાકી અમે તો  "વેબ પરિચય" નામની એક નવી કોલમ મારા બ્લોગમાં ઉમેરી છે માટે આપને વેબસાઇટથી પરિચિત કરાવવાની ફરજ છે.  








શિક્ષણ વિભાગ,ગુજરાત

            
       ગુજરાતના શિક્ષણ વિભાગની આ વેબસાઇટ પરથી આપણને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા થતા સરકારી ઠરાવો,નિયમોની જાણકારી મળે છે. તેમજ તેની સાથે જોડાયેલી શિક્ષણ વિભાગની અન્ય લિંક  પણ જોઇ શકાય છે.જેમાં હાલ નવા થતા ઠરાવો અને પરિપત્રોની તાત્કાલિક જાણ પણ LATEST NEWS દ્વારા કરવામાં આવે છે. તેને આપણે ગુજરાતીમાં પણ જોઇ શકીએ છીએ. તેના અલગ અલગ મેનુબાર દ્વારા આપણને વિભાગ વિષેની માહિતી, અંદાજ પત્ર,પરિપત્રો, યોજનાઓ, અને જરૂરી વિડિઓ પણ જોઇ શકાય છે અને પરિપત્રો ડાઉનલોડ પણ કરી શકાય છે.