Wednesday, 5 June 2013

૩૧ મી મે

અનિલ બિશ્વાસ

                સંગીતકાર અનિલ બિશ્વાસનો જન્મ બંગાલાના બારિસાલ ગામમાં ઇ. ૧૯૧૪માં થયો હતો. તેઓને બાળપણથી જ ગીત, સંગીત અને લેખન પ્રવૃતિમાં અનેરો આનંદ આવતો. દૂર હટો, દૂર હટો એ દુનિયાવાલો...... હિન્દુસ્તાન હમારા હૈ જેવા  જોશીલા ગાયનની જોશીલી ધૂન એમણે રચી. તેમણે મુંબઇના સાયગલ સુરેન્દ્રના કંઠનો ઉપયોગ કર્યો. ગાયિકાઓમાં સૂરૈયા, શમશાદ બેગમ, ગીતા દત અને મીના કપૂરના ગીતોને પણ યથાયોગ્ય સ્થાન આપ્યું. ભારતીય રાગરાગીણીઓને તેમણે પોતાના સંગીતમાં ભારે કુશળતાથી પ્રયોજી. તેઓ ૩૧-૦૫-૨૦૦૩ના રોજ દિવંગત થયા.  

No comments: