ડૉ. મારિયા મોન્ટેસોરી
ડૉ. મારિયા મોન્ટેસોરી મૂળ તો ઇટાલિયન સ્ત્રી
ડોક્ટર હતા. સામાજિક બંધનોની સામે પણ
તેમણે ખૂબ અભ્યાસ કર્યો. એમ. ડી. ની પદવી મેળવી તેઓ પ્રથમ
ઇટાલિયન સ્ત્રી ડોક્ટરા બન્યા. રોમના
પાગલખાનામાં નિમણૂક થયાં, ત્યાં ગાંડાઓની સાથે રખાતા મૂઢ બળકોએ એમનું
ધ્યાન ખેંચ્યું, મોન્ટેસોરી
શિક્ષણપદ્ધતિ અને બાળમંદિરો એ એમની અવિસ્મરણય અને
અનન્ય ભેટ છે. મંદબુદ્ધિના
બાળકો માટે નવી જ શિક્ષણ પદ્ધતિ યોજીને તેમણે એવી અપૂર્વ સિદ્ધિ મેળવી કે એમના
કેળવેલા બાળકો શાળાની પરીક્ષાઓમાં, બીજા સામાન્ય વિધાર્થીઓ કરતાંય સારાં પરિણામો લાવ્યા. તા. ૦૬-૦૫-૧૯૫૨ના રોજ ૮૧ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.
No comments:
Post a Comment