મે તેનસિંહ
તેનસિંહ નોર્કોનો
જન્મ તા. ૧૫-૦૫-૧૯૧૪ના રોજ
હિમાલયના ખોળે નેપાળમાં થયો હતો. જેથી મોટા મોટા
પર્વતારોહકોની કાર્યપદ્ધતિ જોવા-જાણવા- માણવાની અમૂલ્ય તક મળી. ઇ.સ. ૧૯૫૩માં એક ટુકડીએ એવરેસ્ટ આરોહણ કર્યું. એક પછી એક મુકામ સર કરી ટુકડીના સભ્યો આગળ વધતા
હતા. ૨૯મી મેની સવારે માત્ર બે
જ આરોહક આગળ વધી શક્યા. તે હતા હિલેરી
અને તેનસિંહ. બપોર થતાં તેઓ વિશ્વની
ટોચે ૮૮૪૮ મીટર ઊંચે પહોંચવામાં સફળ થયા. શિખર પર તેમણે સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ રોપ્યો. તેમણે ભારતના યુવાનોને હિમાલયનું ઘેલું લગાડયું. ભારતના રાષ્ટૃપતિએ પદ્મભૂષણ, ઇંગ્લેન્ડના મહારાણીએ
જ્યોર્જ પદક અને નેપાલ સરકારે
નેપાલ તારા ની ઉપાધિ તેમને આપી હતી. તેનસિંહે
દાર્જીલિંગમાં રહી ત્યાની પર્વતારોહણ શાળાના સલાહકાર તરીકે સેવા આપી. ઇ. ૧૯૮૬માં આ સાહસવીરનું અવસાન થયું.
No comments:
Post a Comment