Showing posts with label આપણી આસપાસ. Show all posts
Showing posts with label આપણી આસપાસ. Show all posts

Tuesday, 13 October 2015

પાવાગઢ -ચાંપાનેર

                        પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું તીર્થસ્થળ ગણાય છે.


         શ્રદ્ધાળુઓને પાવાગઢ પર ખૂબ જ શ્રદ્ધા છે. લોકો નવરાત્રીના નવ દિવસે વિશેષ પાવાગઢ જવાનું પસંદ કરે છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન હજારો દર્શનાર્થી પગપાળા મહાકાળી માતાજીના ધામમાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં કાળકા માતાના ગરબા ઘેર-ઘેર ગવાય છે. પાવાગઢની મહાકાળી માતાજીની શકિતપીઠ મહાશક્તિશાળી કહેવાય છે.
                 રમણીય પાવાગઢ પર્વતની તળેટીમાં વસેલું અનેક શિલ્પ-સ્થાપત્યો અને જાહોજલાલીપૂર્ણ ઈમારતોનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું નાગર એટલે ચાંપાનેર. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ અનુસાર ખડચંપાના રંગની આ ભૂમિ પર વનરાજ ચાવડાના મંત્રી ચાંપાએ ચાંપાનેર નગર વસાવ્યું હોવાનું મનાય છે.

આવી જ પાવાગઢ -ચાંપાનેર વિશેની અવનવી વાતો જાણવા માટે અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલ અને વિશ્વ વિરાસત ધાર્મિક સ્થળ વિશેની માહિતી પૂરી પાડતી અને પ્રવાસીઓ માટે માર્ગદર્શન રૂપ પાવાગઢ-ચાંપાનેરની વેબસાઇટ તારીખ ૧૩/૧૦/૨૦૧૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની હાજરીમાં પાવાગઢ ધાર્મિક સ્થળ ખાતેના વિકાસ કામોના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત તેમના શુભ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી. જેમાં ચાંપાનેરનો ઐતિહાસિક ઇતિહાસ,સ્થાપત્યો અને લોકવાયકાઓ તેમજ પ્રવાસ સ્થળ તેમજ અન્ય પ્રવાસીય સુવિધાઓ વિશેની માહિતી મૂકવામાં આવેલ છે. તો અવશ્ય મુલાકાત લો. 




હેલ્પ લાઈન નંબર
(02676) 293110/293048

 ઈમેલ

info@pavagadhchampaner.com

Sunday, 15 June 2014

કરાડ નદી પર આવેલો પથ્થરનો પટ એટલે ચક્કી-આરો કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪

            કરાડ નદી પંચમહાલ જીલ્લાના હાલોલ,ઘોઘંબા અનેકાલોલ  તાલુકામાંથી પસાર થાય છે. અને આ તમામ તાલુકાને પીવાનું અને સિંચાઇનું પાણી પણ પૂરું પાડે છે. આ ઉપરાંત આ નદીના રેતાળ પટ પર શાકભાજી અને ફળની ખેતી પણ કરવામાં આવે છે. ઘોઘંબા તાલકાના રાજગઢ પાસે આ કરાડ નદી પર બંધ બાંધવામાં આવેલ છે જેનાથી એક વિશાળ સરોવર પણ તૈયાર થાય છે. જે એક જોવાલાયક સ્થળ તરીકે વિકાસ પામેલ છે. ફિલ્મના શુટિંગ સ્થળ તરીકે પણ આ જગ્યાને પસંદ કરવામાં આવે છે.  
                 હવે આપણે વાત કરવાના છીએ કરાડ નદી પર આવેલા એક મનોરમ્ય સ્થળની,જેના ચોક્કસ સ્થાન વિશે કહીએતો આ સ્થળ હાલોલ અને કાલોલ તાલુકાને અલગ કરતા હાલોલ તાલુકાના મારૂઆ ગામ અને કાલોલ તાલુકાના મેંદાપુર ગામ વચ્ચે આવેલ છે.જે હાલોલથી અને કાલોલથી લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલ છે.જ્યાં પહોંચવા માટે હાલોલ તાલુકાના મધવાસ ગામ પાસેથી રાહતલાવ-મસવાડ ના માર્ગે અને હાલોલ તાલુકાના તરખંડા વરસડાચોકડી થી મસવાડ ના માર્ગે જવું પડે છે. મસવાડથી મારૂઆ ગામની સરહદમાં આ રમણીય સ્થળ  આવેલું છે. જ્યાં વાહન છેક  નદીના પટ સુધી લઇ જઇ શકાય તેઓ માર્ગ છે. 
              આ સ્થળ  આજુબાજુના ગામના લોકો માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે,અને વાર-તહેવારે દર્શન  તેમજ ઉજાણી માટે  અહી લોકો ભેગા થાય છે. થોડા વર્ષો  પહેલા આ સ્થળ પાસે ગાયત્રી પરિવાર દ્વ્રારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હતું. આ સ્થળ પર દેવી-દેવતાઓના લગ્ન થયા હોવાનૂં માનવામાં આવે છે અને જેની સાબિતી રૂપ અહી પથ્થરો પર મંડપ રોપાયાના થાંભલાના ખાડા પણ અમુક અમુક અંતરે જોવા મળે છે. તેમજ લગ્નમાં ભેગા થેયેલા માનવો અને વિવિધ પ્રાણીઓના પગલાં પણ અહીં પથ્થરો પર અંકિત થયેલા જોવા મળે છે. આ ઉપરાંત એક માહિતી એવી મળે છે કે અહીંથી પાવગઢને જોડતું એક ગુપ્ત ભોંયરુ પણ છે. જેનો ઉપયોગ  રાજાઓ રક્ષણ અને પાણી મેળવવા માટે કરતા. આ વિશાળ પટ પર દેવી-દેવતાના લગ્નની ચૉરી પણ નિર્માણ થયેલ છે.તેમજ અહી આવતું પાણી એક કુંડમાં ભેગું થઇ પછી ગાયના મુખ જેવી રચનામાંથી ધોધ રૂપે પડે છે જેને ગૌમુખી ધારા માનવામાં આવે છે. 


કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  મન મોહક દ્રશ્ય  

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  પથ્થરો પરથી ઉછળતું પાણી 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ આસપાસના તાડના વૃક્ષ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  પથ્થરનો વિશાળ પટ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  નાના નાના ધોધ અને  પાણીનો ઉછળાટ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ ગૌમુખી ધારા 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ કુંડમાં પડતી પાણીની ધારા અને સ્થળ સુધી વાહનનો માર્ગ 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪  ન્હાવાની મજા માણતા બાળકો 

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ પાણીના કુંડ જેવી રચના જ્યાં દેવોની લગ્નની ચૉરી હોવાની લોકવાયકા છે.

કરાડ નદી પરનો ચક્કીઆરો -તા-૨૪/૦૫/૨૦૧૪ ચક્કી આરાથી પાવાગઢનું દ્રશ્ય 

Sunday, 29 September 2013

પાવાગઢ ખોવાયું વાદળમાં



પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૩૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૪૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ હાથિયા ખીણ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ હાથિયા ખીણ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ શીતળ ઝરણું 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૮.૫૦ શીતળ ઝરણું 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૦૦ અરે! વરસાદમાં છાપરું તો ઉડી ગયું.


પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૨૦  ચાલો,વાદળ ભણી ......

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૨૦ ઉપર ક્યાં જઇશું? 

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૩૦

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૫૦ લાગે છે ને સ્વર્ગનું દ્રશ્ય હોય તેવું!   

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૯.૫૦  બજાર ક્યાં ગયું?

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૦૦ છાસિયું તળાવ 




પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૦૦ છાસિયું તળાવ, ક્યાં છે વાદળ અને ક્યાં છે પાણી? સ્વર્ગમાં તો બધુ એક.

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૩૦  જય મહાકાલી માં,

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૦.૫૦ હર   હર મહાદેવ .....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૧.૧૦ માં ના દ્વારે............

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૧.૫૦  રોપ વે પ્રવેશ. ના, અમે તો ચાલ્યા પગપાળા....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૨૦ હવે કંઇક દેખાયું. વાદળી સફર પૂરી.....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૩૦ હવે કંઇક દેખાયું. વાદળી સફર પૂરી.....

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૪૫ હાથિયા ખીણનું મનોરમ્ય દ્રશ્ય

પાવાગઢ તા-૨૯-૦૯-૨૦૧૩ સમય -૧૨.૪૫ હાથિયા ખીણનું મનોરમ્ય દ્રશ્ય 





Tuesday, 3 September 2013

વિરાસત વન,પાવાગઢ,હાલોલ

           
મુખ્ય પ્રવેશદ્વાર 
વિરાસત વન ડિઝિટલ માન-ચિત્ર
  વિરાસત વન હાલોલ તાલુકાના જેપુરા ગામ પાસે નવનિર્મિત બાયપાસ રોડ પર સ્થિત છે. જે હાલોલથી ૬ કિમીના અંતેરે આવેલું એક રમણીય પર્યટન સ્થળ છે. સંયુકત રાષ્ટ્રસંધે ર૦૧૧ના વર્ષને આંતરરાષ્ટ્રીય વન વર્ષ’ તરીકે જાહેર કર્યું તે અંતર્ગત ૬૨ મા  વન મહોત્સવ વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના સાંનિધ્યમાં વિરાસત વન નિર્માણ કરવામાં આવ્યું. અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ના હસ્તે તા. ૩૧ જુલાઇ ૨૦૧૧  ના રોજ વૃક્ષારોપણ કરી ૬૨મા વનમહોત્સવનો રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો. અને આ વિરાસત વન પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું.

વિરાસત વન પહેલું કદમ 

વિરાસત વન બીજું ડગલું 

આકર્ષક  બાગ અને માર્ગ 
  ગુજરાત રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર સ્થિત  (ર૦૦૪)માં પૂનિત વનઅંબાજી સ્થિત (ર૦૦પ) માં માંગલ્ય વનતારંગા તીર્થ સ્થિત  (ર૦૦૬)માં તીર્થંકર વનસોમનાથ સ્થિત (ર૦૦૭)માં હરિહર વનચોટીલા સ્થિત (ર૦૦૮)માં ભકિતવનશામળાજી સ્થિત (ર૦૦૯)માં શ્યામલ વનપાલીતાણા સ્થિત (ર૦૧૦) પાવક ,પાવાગઢ સ્થિત (૨૦૧૧) વિરાસત વન વગેરે નો સમાવેશ થાય છે.  
મઢુલી 
                                                                        પાવાગઢ મહાકાલી શકિતપીઠનું તીર્થક્ષેત્ર છે અને કરોડો ભાવિકોની આસ્થાનું યાત્રાધામ છે. પવિત્ર યાત્રા ધામ પાવાગઢ ચાંપાનેર નો વર્લ્ડ રેટીટેઝમાં સમાવેશ થયા બાદ યાત્રિકો સાથે સહેલાણીઓ અને ઐતિહાસિક વિરાસત માં માનનારા પ્રજાઓને વધારો થયો છે. વૃક્ષ ચેતનાનો સાક્ષાત્કાર કરીને શ્રદ્ધા ભાવે ભક્તિ કરે તે હેતુથી ૪૦ લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. જેમાં શરૂઆતમાં ૪૦      લાખ રોપાઓ રોપવામાં આવ્યા. 
સરોવર
 પાવાગઢના વિરાસત વનમાં સાત અભિનવ પ્રકારના વનનું નિર્માણ કરવામાં આવેલ છે. પાવાગઢ-ચાંપાનેરમાં વિરાસત વનના નિર્માણ માટે જેપુરા નજીક હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર પ૧ વિઘા જમીન (૬.પ હેકટર) માં ૯૬૬૦ જેટલા વૃક્ષો વિવિધ પ્રકારની ૩૦ થી અધિક વૃક્ષોની જાતોમાં ઉછેરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં ઔષધ તરીકે વપરાતી આરોગ્ય માટેની મહત્વપૂર્ણ ઔષધીય વૃક્ષોનો વાવેતર કરવામાં આવેલ છે. અને વૈદિક ઔષધિઓ અંગેનું જ્ઞાન આપવા માટે પોસ્ટરો પણ મૂકવામાં આવેલ છે. . વિરાસત વનમાં સાંસ્કૃતિકનિસર્ગ અને જૈવિક વન આજીવિકા સાંસ્કૃતિકનિસર્ગ અને જૈવિક વન પંચવટી રાશિ અને નક્ષત્ર વન જેવા અલગ-અલગ વિભાગો તૈયાર કરી આકર્ષક બાગની રચના કરવામાં આવેલ છે. જેમાં આરાધ્ય વન વૃક્ષોનું આધ્યાત્મિક મહત્વઆરોગ્ય વન-વૃક્ષોનું ઔષધિય મહત્વઆજિવિકા વન આર્થિક સંપતિનું મહત્વઆનંદ વન વૃક્ષરાજીનો મનોરંજન મહિમાસાંસ્કૃતિક વન-વૃક્ષોનો સાંસ્કૃતિક મહિમાનિસર્ગવન-પંચમહાભૂતોના પર્યાવરણનો મહિમા અને જૈવિક વન-પાવાગઢ વન ક્ષેત્રની જૈવિક વિવિધતાનો મહિમા ઉજાગર કરે છે.  
સરોવર-દ્રશ્ય-૨



લાકડીયો પુલ 


પાવગઢ દર્શન 

બાળ-વિભાગ

આ ઉપરાંત  પાવાગઢના આધ્યાત્મિક, ઐતિહાસિક, પુરાતત્વીય, પુસ્તકીય અને પરિસરીય પર્યાવરણના અદ્દભૂત સૌન્દર્યનું મહાત્મ્ય ઉજાગર કરવા વિરાસત વનમાં  સવિશેષ પ્રબન્ધ કરવામાં આવ્યો છે.તથા  બાગ, બગીચો, બાળકો માટે હીંચકા ઝૂલા, લપસણી જેવા મનોરંજન વિભાગ, સરોવર, ફુવારા લાકડાના દર્શનીય પૂલ, ગામડી જુવડીયો (મઠુલી) જેવા સ્થાપત્ય ઉભા કરવામાં આવ્યા છે. તેથી પર્યટકો અને શાળા પ્રવાસ માટે અને બાળકો માટે પિકનિક એક અગ્રિમ સ્થાન બનવા પામેલ છે. 




photography by-kiran chavada
tarkhanda

Tuesday, 20 August 2013

પાવાગઢ

           પાવાગઢ   ગુજરાતના શક્તિપીઠોમાંનું એક મહત્વનું પીઠ છે. પાવાગઢ પર્વત એ મહાકાળી માતાનું પ્રાચીન ધાર્મિક સ્થાન છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો આ પર્વત અને એની તળેટીમાં સૂતેલી ઇસ્લામી નગરી ચાંપાનેર હાલોલથી ૭ કિ.મી. દૂર આવેલાં છે.

           વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપા વણિકની યાદમાં તેણે આ નગર આઠમી સદીમાં બંધાવ્યું હતું. પતાઈ વંશના રાવળ રાજાઓ અહીં સત્તાધીશ હતા. રાવળ રાજા પતાઈ જયસિંહના હાથમાં ચાંપાનેર હતું. મહંમદ બેગડાએ વિક્રમ સંવત ૧૫૪૧(ઈ.સ. ૧૪૮૪માં) પાવાગઢ લીધું. મહંમદ બેગડાના હાથે એ સ્થાનનો અને એ રાજ્યનો નાશ થયો, પરંતુ મહાકાળીના પ્રતાપે અને તેના સતથી હજી પણ આ સ્થાનનું મહત્વ દેવી તીર્થ તરીકે જળવાઈ રહ્યું છે.
       પાવાગઢ ડુંગર ઉપર આવેલું મહાકાળીનું મંદિર ૨૭૨૦  ફૂટની ઊંચાઈ ઉપર છે, ચાંપાનેરથી પાવાગઢ જતાં શરૂઆતમાં જ વિશ્વામિત્રી નદી આવે છે. ત્યાં મજબૂત કિલ્લેબંધીનો નીચલો કોટ આવે છે. પર્વત ઉપર આગળ ચઢવા માટે વિવિધ દરવાજા જેવા કે અટક દરવાજો ,‘બુઢિયાદરવાજો આવે છે, જ્યાં હિના નામનું તળાવ છે . ત્યાંથી આગળ જતાં ચાર દરવાજામાંથી પસાર થવું પડે છે. આ સ્થળે રસ્તો વાંકોચુંકો, સર્પાકાર છે. અહીંથી થોડે દૂર આગળ જતાં મકાઈ કોઠારનો દરવાજો આવે છે. હજીયે જીર્ણ થયેલ મકાઈ કોઠારો દરવાજાની બાજુમાં ઊભા છે. અહીંથી આગળ વધતાં ડાબી બાજુએ ભદ્રકાળી જવાનો માર્ગ આવે છે. અહીંથી આગળ વધતાં તારા દરવાજો આવે છે. ત્યાંથી માંચી ગામ,ખાપરા ઝવેરીના મહેલ તરફ જવાય છે. તેનાથી આગળ સૂરજ દરવાજો અને ટકોરખાનનો દરવાજો આવે છે. ટકોરખાનના દરવાજામાં પ્રવેશ કરીને આપણે પાવાગઢના સૌથી ઉંચા શિખર પર પહોંચી જઈએ છીએ. અહીં તેલિયા, છાસિયું તળાવ અને દૂધિયા તળાવ નામના તળાવો આવે છે.  આ ઉપરાંત દિગંબર જૈન મંદિરો પણ  આવેલાં  છે. ૨૧૦ પગથિયાં ચડ્યા પછી મહાકાળીના મંદિરમાં દાખલ થવાય છે. ઊભા ખડકની અંદરથી કાપી કાઢેલાં આ પગથિયાં પ્રખ્યાત મહાદેવજી સિંધીયાએ બંધાવેલાં છે.
        કાળકા માતાના મંદિરની બાંધણી નાની અને સાદી છે. મંદિરના ગર્ભગૃહમાં 3 મૂર્તિઓ બિરાજે છે. ડાબી બાજુએ મહાકાળીની મૂર્તિ, જમણી બાજુએ બહુચર માતાનું યંત્ર અને વચમાં આ સ્થાનની અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ. એવું કહેવાય છે કે, આ મૂર્તિની સ્થાપના વિશ્વામિત્ર ઋષિએ કરી હતી. આને કારણે જ પર્વતમાંથી નીકળતી નદીનું નામ વિશ્વામિત્રી એવું આપવામાં આવ્યું છે. મુખ્ય શિખર ઉપર આવી પગથિયાં આગળથી પશ્ચિમ બાજુ  નવલખા કોઠાર આવેલા છે. જ્યાં પતાઈ રાવળના સમયમાં અનાજ ભરવામાં આવતું હતું.

        પાવાગઢ ઉપર આ ઉપરાંત ભોંયરાં, કૂંડો, મહેલોનાં ખંડેરો વગેરે ઘણું જોવાનું છે. આસપાસ વનસ્પતિ પણ વિવિધ અને પુષ્કળ થાય છે. ચાંપાનેરથી એક કિ.મી. દૂર વડા તળાવ છે. જ્યાં મહંમદ બેગડાના મહેલના અવશેષો પથરાયેલ છે. યાત્રાળુઓ માટે આ સ્થળ પર્યટન સ્થાન બની રહે તેવું છે. આસાપાસનાં જોવાલાયક સ્થળોમાં ચાંપાનેરમાં જામા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, મજૂરી મસ્જિદ વગેરે છે.

Saturday, 17 August 2013

પંચમહાલ જીલ્લાના સ્મારકો


                                          પંચમહાલ જીલ્લાના સ્મારકો
આ યાદી પુરાતત્વ વિભાગ દ્વારા તૈયાર કરેલ છે. વધુ માહિતી માટે આપ આ લિંક નો ઉપયોગ કરી શકો છો. 

http://www.sycd.gujarat.gov.in/
ક્રમ
સ્મારકનું નામ
ગામ
તાલુકો
૧.
અર્જુન ચોરી
લવાણા
લુણાવાડા
ર.
કુંડ
લવાણા
લુણાવાડા
૩.
ત્રણ પ્રવેશદ્વારવાળું મંદિર
લવાણા
લુણાવાડા
૪.
પ્રાચીન મંદિર
લવાણા
લુણાવાડા
પ.
ભીમ ચોરી
લવાણા
લુણાવાડા
૬.
વહુની વાવ
લવાણા
લુણાવાડા
૭.
શિકાર મઢી
લવાણા
લુણાવાડા
૮.
શિલાલેખવાળું મંદિર
લવાણા
લુણાવાડા
૯.
સાસુની વાવ
લવાણા
લુણાવાડા
૧૦.
પ્રાચીન મંદિર નં.૧
સંતરામપુર
સંતરામપુર
૧૧.
પ્રાચીન મંદિર નં.૨
સંતરામપુર
સંતરામપુર
૧ર.
પ્રાચીન મંદિર નં.૩
સંતરામપુર
સંતરામપુર
૧૩.
પગથિયાવાળી ગેબનશાહની વાવ
ચાંપાનેર
હાલોલ
૧૪.
વણઝારી વાવ
કાંકણપુર
ગોધરા
૧પ.
મંદિર સમૂહ
કાંકણપુર
ગોધરા
૧૬.
પાવાગઢ કિલ્લો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૧૭.
માંચી કિલ્લો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૧૮.
બાવમાન કિલ્લો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૧૯
ખુણેશ્વર કિલ્લો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૦
શિકાર બારી અને ઉલન જુલન ની ચોકી ઉપર કિલ્લો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૧
મલિક નગરની હવેલી
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૨
ગડી કુંડલ દરવાજા
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૩
જયસિંહનો મહેલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૪
સેનાપતિની કોઠી
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૫
મેઢી તળાવ ઉપરનુ પેવેલીયન
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૬
માંચી હવેલી પાસેની મસ્‍જીદ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૭.
મરાઠાનો મહેલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૮
રાણીનો મહેલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૨૯
બંધ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૦
લીલા ગુંબજ પાસેની કોઠી
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૧
ભાંગેલું ડેરૂં
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૨
છત્રીસ થાંભલાનું ભોંયરૂં
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૩
જર એ જમીન
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૪
જામી મસ્જીદની દક્ષિણે આવેલ પેવેલીયન
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૫
ઇંટેરી મસ્જીદ અને તેની નજીકની ઇમારત
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૬
સૈનિકની મસ્‍જીદ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૭
વાંદરા મસ્‍જીદ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૮
મકબરા માંડવી
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૩૯
કમાની મસ્‍જીદની નજીકના મકબરો
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૪૦
બંધ થી કસ્‍બીન તળાવ સુધીની ભુગર્ભીય ચેનલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૪૧
નવલખી તળાવથી જમુનાકુંડ સુધીની ભુગર્ભીય ચેનલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૪૨
પથ્‍થરનો પુલ
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૪૩
સરીયા વખારીયાની ઉપર આવેલ બેરેક
પાવાગઢ/ચાંપાનેર
હાલોલ
૪૪
મલિક સંદલની વાવ
માંડવી ગામ
હાલોલ
૪૫
સિંધ માતાની વાવ
હાલોલનગર
હાલોલ
૪૬
ચંદ્રલેખા (સુરજકલા) વાવ
હાલોલનગર
હાલોલ