Wednesday, 5 June 2013

૧૨ મી મે

ફ્લોરેન્સ નાઇટિંગેલ
                    વિશ્વસેવિકા સન્નારી ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ તા. ૧૨-૦૫-૧૮૨૦ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો.પોતે શ્રીમંત અને ખાનદાન કુટુંબની હોવા છતાં માનવજીવન પ્રત્યેની કરૂણાથી તેનું હ્રદય એટલું છલકાતું કે પીડિત માનવોની સેવા માટે નર્સિગનો વ્યવસાય તેણે અપનાવ્યો. ઇંગ્લેન્ડ-રશિયા વચ્ચેના યુદ્ધ દરમિયાન યુદ્ધભૂમિ પર પહોંચી, સારવારની તમામ વ્યવસ્થા પોતે સંભાળી હતી. બધા સૈનિકો તેને લાડમાં લેડી વિશ્વ ધ લેમ્પ નામથી ઓળખતા . યુદ્ધ પૂર્ણ થતાં તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે દેશવાસીઓએ પચાસ હજાર પાઉન્ડની થેલી તેમને અર્પણ કરી . શેષ જીવન પોતાના ગામડામાં વીતાવી ૯૦ વર્ષની ઉંમરે તેમણે જગતમાંથી ચિરવિદાય લીધી.


No comments: