લૂઇ માઉન્ટ બેટન
હિંદુસ્તાનના છેલ્લા વાઇસરૉય અને સ્વતંત્ર ભારતના પ્રથમ
ગવર્નર જનરલ લૂઇ માઉન્ટ બેટનનો જન્મ તા. ૨૫-૦૬-૧૯૦૦ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો. રાજકુટુંબમાં નૌકા શિક્ષણની પરંપરામાં માઉન્ટબેટન
નૌકાદળમાં કેડેટ તરીકે દાખલ થયા. બીજા વિશ્વયુદ્ધ
દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયામાં મિત્ર રાજ્યોની સંયુક્ત સેનાના સરસેનાપતિ તરીકે એક ઊંચી કલ્પનાશક્તિ અને સાહસનો મેળ એમણે
પ્રગટાવ્યો હતો. આ બધું હોવા છતાં
માઉન્ટબેટનના જીવનની શિરમોર સમી કામગીરી એટલે ભારતમાંથી બ્રિટિશરાજ સંકેલી લેવાની હતી. એમણે પ્રગટ કરેલી ‘ભારતીયતા’ એ સ્વતંત્ર ભારતના પ્રથમ
ગવર્નર-જનરલ બનવાનું માન
અપાવ્યું હતું.’ ઇ.સ. ૧૯૭૯-માં એમનું એક નાનકડું જહાજ સગર કાંઠો છોડે ન છોડે
ત્યાં તો આયરીશ ગેરીલાઓએ ફેલાવેલા આતંકરૂપી બોંબ ધડાકાએ એમની નૌકાના ફૂરચેફૂરચા
ઉડાવી દીધા.
No comments:
Post a Comment