Wednesday, 5 June 2013

૨૨ મી મે

રાજા રામમોહના રાય

                  સમાજ સુધારક રાજા રામમોહન રાયનો જન્મ બંગાળમાં કુલની બ્રાહ્મણ વંશના રમાકંતરાયને ત્યાં તા. ૨૨-૦૫-૧૭૭૨ના રોજ થયો હતો. નવ વર્ષની વયે ફારસી ભાષા શીખ્યા. ચૌદ વર્ષની વયે સંસ્કૃત ભાષા શીખી લીધી. એણે મૂર્તિપૂજા, કર્મકાંડ, ધાર્મિક અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે એટલી નાની વયે પણ જોરશોરથી પોતાનો વિરોધ પ્રગટ કરવા માંડયો. એમણે સ્ત્રી શિક્ષણ અને વિધવા વિવાહ માટે પણ ઝુંબેશ ચલાવી એમના અથાગ પરિશ્રમ અને પ્રયાસથી તત્કાલીન અંગ્રેજ સરકારે સતી ના રિવાજને ગેરકાનૂની ઠેરવ્યો. . . ૧૮૩૨માં આ નરરત્નનું  બ્રિસ્ટલ ખાતે અવસાન થયું.

No comments: