Wednesday, 5 June 2013

૩૦ મી મે

કુ. જોન ઓવ આર્ક

               ફ્રાંસની સ્વાતંત્ર્યદેવી જોન ઓવ આર્કનો જન્મ ઇ.૧૪૧૩માં થયો હતો. લશ્કરી સરદારી લઇ કુ. જોન અંગ્રેજોએ પચાવી પાડેલા એર્લીઅન્સ નગરને મુક્ત કરવા નીકળી પડ્યાં. કુ. જોન પોતે અશ્વ પર આરુઢ થઇ, કવચ ધારણ કરી, હાથમાં ઇસુની પ્રતિમાવાળો ધ્વજ ધારણ કરીને ચાલી નીકળ્યાં. જ્યાં લડતાં લડતાં તે ઘવાયાં. છ માસના કારાવાસમાં પીડા આપ્યા બાદ અંગ્રેજોએ એના પર મેલી વિધા અને નાસ્તિકપણાનો આરોપ મૂકીને કામ ચલાવ્યું. જોનને દોષિત ઠેરવી ૩૦-૦૫-૧૪૩૧ના રોજ નગરના ચોકમાં એક અધિકારીએ તેને જીવતા જલાવી દેવાની સજા ફરમાવી. 

No comments: