Wednesday, 5 June 2013

૧૯ મી મે

સર જમશેદજી તાતા

         જમશેદજી તાતાનો જન્મ નવસારીમાં ઇ. . ૧૮૩૯માં થયો હતો. જમશેદજી સ્વતંત્ર મિજાજના મહત્વાકાંક્ષી યુવક હતા. ચીલાચાલુ વ્યવસાયમાંથી ફંટાઇને નવું કરવાની તેમને તમન્ના  હતી. ભારતમાં ટેક્ષટાઇલ ઉધોગનું આધુનિકરણ એ જમશેદજી તાતાને આભારી છે. એ જ રીતે ઊંચી ઇમારતો તથા તાજમહલ હોટલ દ્ધ્રારા મુંબઇની રોનક વધારવા માટે અથાક પ્રયાસો તેમણે કર્યા. અર્વાચીન ભારતના ઔધોગિક નવનિર્માણના આદ્ય ધુરંધર શ્રી જમશેદજી તાતાને ગણવા જોઇએ. એમણે ભારતને ઔદ્યોગિક દ્રષ્ટિ આપી. ઔદ્યોગિક ક્રાંતિ આપી. ૧૯-૦૫-૧૯૦૪ના રોજ જર્મનીમાં તેમનું અવસાન થયું.  

No comments: