ગીતકાર રાજેન્દ્રકૃષ્ણ
લેખક શ્રી રાજેન્દ્રકૃષ્ણનો જન્મ તા.-૦૬/૦૬/૧૯૧૯ ના રોજ થયો
હતો. માત્ર બાર વર્ષની વયે તેમણે વસંત કાવ્ય લખ્યું હતું. પછી તો સાહિત્યના ઉત્તમ
ગ્રંથોના વાંચનથી કૃષ્ણભક્તિના મધુર ગીતોનું સર્જન થતું ગયું. આ સમય દરમિયાન ‘બડી બહન’ ફિલ્મમાં એમણે
લખેલા ગીતોએ કમાલ કરી દીધી. ‘ચૂપ ચૂપ ખડે હો
જરૂર કોઇ બાત હૈ,’ ‘વો દિલમેં ખુશી બનકર આયે’ લતા મંગેશકર અને
મોહમ્મદ રફીના મધુર સૂરો પર સવાર થઇને આ ગીતોએ રાજેન્દ્રકૃષ્ણનું નામ આખાદેશમાં
ગૂંજતું કર્યું. તેમની ચાલીસ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેમણે
૮૦૦ ફિલ્મોમાં યોગદાન કર્યું છે. ગીતકાર રાજેન્દ્રકૃષ્ણ ઇ.સ. ૧૯૮૭ માં અવસાન પામ્યા.
No comments:
Post a Comment