Wednesday, 5 June 2013

૨ જી મે

સત્યજિત રે
         ચલચિત્ર સર્જક સત્યજિત રેનો જન્મ તા. ૦૨-૦૫-૧૯૨૧ના રોજ કલકતામાં થયો હતો.નાનપણમાં જ શબ્દકસોટી ઉકેલવાનાં અને અંગ્રેજી ફિલ્મો જોવાની ખૂબ શોખીન હતા. બી. . થઇ વિશ્વભારતી શાંતિ નિકેતનમાં એમણે નંદલાલ બોઝ પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. તેઓ કલાનિર્દેશક બન્યા. લંડન જઇ ટૂંકા ગાળામાં ૧૦૦ જેટલી ફિલ્મો જોઇ અથાક પ્રયાસો બાદ પ્રથમ સર્જન પથેર પાંચાલી   થી જ ફિલ્મ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રી ખ્યાતિ મેળવી ઉપરાંત અપરાજિત' પોસ્ટરમાસ્ટર’,'ઘરે બાહિરે', જલસાઘર’, જેવા કલાત્મક અને શ્રેષ્ઠ ચલચિત્રો ભેટ ધર્યા. પદ્મશ્રી અને પદ્મભૂષણ ખિતાબથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

          બંગાળી ભાષામાં તેમના ૨૬ પુસ્તકો પ્રગટ થયાં છે. . ૧૯૯૨માં અમૂલ્ય ફિલ્મોનો વારસો મૂકી અવસાન પામ્યા.    

No comments: