ચંદ્રવદનમહેતા
ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર ચં.ચી.મહેતાનો જન્મ તા. ૦૬-૦૪-૧૯૦૧ના રોજ થયેલો. કિશોરાવસ્થામાં તે નાટકમાં અદાકારી કરતાં
તેમાંથી નાટકો લખવાનો શોખ જાગેલો. નિયમિત જીવન, વિશાળ વાચન અને
આજુબાજુની ઘટનાઓની નાટ્યાત્મકતા શોધી કાઢવાની એમની ટેવે એમને એક અલગારી લેખક બનાવી
દીધા. ‘ઇલાકાવ્યો', 'આગગાડી', ‘નાગબાવા', ‘મૂંગી સ્ત્રી' વગેરે એમની યશોદા કૃતિઓ
છે. ઓલ ઇન્ડિયા રેડિયોના તેઓ ડાયરેક્ટર હતા. સાહિત્યનો
પ્રસિદ્ધ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' ઉપરાંત
પદ્મશ્રીનો ઇલકાબ પણ એમને મળેલો. ચં. ચી. મહેતાનું તા. ૦૪-૦૫-૧૯૯૧ના રોજ વડોદરા ખાતે અવસાન થયું. ચં. ચી. ની નાટ્યસેવા ગુજરાત કદી
ભૂલી શકશે નહીં.
No comments:
Post a Comment