Saturday, 22 June 2013

૧૪ મી જુન

એડવર્ડ વિલિયમ આર્યનાયકમ

                        સિલોનના વતની છતાં ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવનાર એડવર્ડ વિલિયમ આર્યનાયકમ ઇંગ્લેન્ડના વૈભવશાળી વતાવરણમાં રહ્યા હોવાં છતાં સેવાગ્રામમાં આવ્યા બાદ પોતાનું જીવન તદ્દન સાદુ ને સરળ બનાવી દીધું હતું. હિન્દુસ્તાની તાલીમી સંઘ પરિવારના બધા માણસો એમને બાબા' કહીને સંબોધતા. તેઓ આચાર્ય વિનોબા ભાવેની ગ્રામદાન' પ્રવૃતિ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. એક અધ્યાપક તરીકે તેઓ વિદ્ધાન, માયાળુ અને વિનોદી હતા. એમના હેતાળ, મધુર અને ઉદાર સ્વભાવે નવી તાલીમ સંઘ' ના પરિવારમાં એમના માટે  અનન્ય પૂજ્યભાવ ઉભો કર્યો હતો. જીવનભર એમણે જારી રાખેલી ત્રણ મહત્વપૂર્ણ પ્રવૃતિઓ એટલે માંદાઓની સેવા, બાળકોની દેખભાળ અને વિધાર્થીઓને ઉષ્માભર્યું શિક્ષણ. આર્યનાયકમજીનું અવસાન તા. ૧૪-૦૬-૧૯૬૭ ના રોજ થયું.                 

No comments: