૩૪. રાતુ શરીર અને ધોળું માંસ.
- નાળિયેર
૩૫. બે ભાઇ દિવસે છુટા અને રાતે ભેગા.
- દરવાજો
૩૬. બાપ મૂંછોવાળો માં તે સુવાળી અને બેટી ધોળી ધોળી.
- નાળિયેર
૩૭. એક માણસ દરરોજ કેડે દોરળું બાધીને ઊંઘે.
- પૂળો
૩૮. મોટી મોટી લડાઇમાં કોઇથી બીએ ના.
- તલવાર
૩૯. થાળીમાં પૈસા ને મારાથી ના ગણાય અને તમારાથી ના લેવાય.
- તારા
૪૦. લીલું લીલું રાજ્ય,લાલ લાલ ઘર અને કાળા
કાળા માણસો બોલો તે કોણ?
- તરબૂચ
૪૧. બારસો બંધૂકો તેરસો તલવારો તારાથી પણ ના તૂટે ને મારાથી
પણ ના તૂટે.
- છાંયડો
૪૨. હરે ના ફરે ના ચરે ના તોય ઘડો ઘડો દૂધ આપે બોલો તે શું?
- તાડ
૪૩. એક ડાબલીમાં બત્રીસ બાવા રહે.
- દાંત
૪૪. નાની ગોખલીમાં લાલ બાઇ રમે.
- જીભ
૪૫. એક જનાવર ઇતું જે પૂંછડે પાણી પીતું.
- દીવો
૪૬. ચાર ખૂણિયારી તલાવડી,ચકલાની ચાંચ ના બૂડે
હાથી મલ મલ ન્હાય.
- ઝાકળ,પરસેવો
૪૭. એકને પૂછું લાખની ખબર લઉં.
- ચોખા
No comments:
Post a Comment