Showing posts with label નારી તું નારાયણી. Show all posts
Showing posts with label નારી તું નારાયણી. Show all posts

Wednesday, 26 December 2012

ડૉ. સ્ટાર


ડૉ. સ્ટાર
જન્મ : - ખૈબઘાટની તળેટીમાં.
       જોખમોને જીતી સમાજની સેવા કરી માનવ સમાજને પ્રેરણા રૂપ પ્રકાશપૂંજ.
જીવન કાર્ય
·         ડૉ. હેરોલ્ડ સ્ટારની મિસિસ સ્ટાર ભરત અને અફઘાનિસ્તાન વચ્ચેના ખૈબરઘાટના ઉંચા શિખરો અને પહાદી પ્રદેશમાં માનવા સેવા ( દાક્તરી શિક્ષણ ) અર્થે અજાણ્યા વિસ્તારમાં રહી અંગ્રેજ લશ્કર વચ્ચેના હુમલામાં એક આફ્રિદીએ મિ. સ્ટારના પતિની હત્યા કરી છતાં પતિના સેવા કાર્યો પોતે ઉપાડી લીધા અને પ્રજામાં અજ્ઞાનતા દૂર કરવા લોકોની શારિરીક સુખાકારી અને સ્વસ્થ બનાવવા તત્પર રહી પોતાના પતિનું ખૂન કરનાર આફ્રિદીની પણ સેવા કરી સાજો કર્યો. ડૉ. સ્ટાર ધૈર્યશીલ, સાહસિક, નિડર, હિંમતવાન, સેવાભાવી અને આત્મવિશ્વાસ ધરાવતા ગુણો ધરાવતી વિરલ નારી હતી.  

હબ્બા ખાતૂન


હબ્બા ખાતૂન
જન્મા : કશ્મીર – પેમપુર (ચંદહાર )
ઇ.સ. ૧૫૦૦ની સદી.
સૌદર્યશાળી, કોકીલ કંઠની માલિક – પછત ગામડામાં જન્મી કાશ્મીરની રાણી બનનાર મહિલા.
જીવનકાર્ય
·         ૧૫મી સદીમાં કન્યા કેળવણી પર ચૂસ્ત પ્રતિબંધ હોવા છતાં ખાતૂને અક્ષર જ્ઞાન મેળવી પવિત્ર કુરાન અને ફારસી કાલીનનલ અભ્યાસ કર્યો. શેખ સાદીની કવિતાઓને કંઠમાં વસાવી સ્વર્ગીય મીઠાશ આપી. આ કંઠની સુવાસ કાશ્મીરના સુલતાન યુસુફખાનના કાને પહોંચી. તેના કંઠમાંથી નીકળતા સૂરોથી પ્રભાવિત થઇ રાજાએ પોતાની રાણી બનાવી. તેના કંઠે ગવાયેલા ગીતો આજે પણ કાશ્મીરની પહાડીઓમાં ઘાંટીએ લોકકંઠે ગુંજે છે.       

Sunday, 9 December 2012

અપાલા



2.અપાલા

            અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી વેળાએ પતિપત્ની દરેક સંજોગોમા એકબીજાને સાથ આપવાનુ વચન આપે છે. પરંતુ આ વચનનો ભંગ થાય ત્યારે ?
           ક્રુશાશ્વ અને અપાલા ......... પરુષ્ણી  નદીના કિનારે રહેતા આ પતિપત્ની માટે પર્નકુટિર જ ઘર હતું અને એ જ પ્રેમનગર ! ક્રુશાશ્વ ઋષિ હતા. શાસ્ત્રોમા પારંગત. અપાલા અત્રિ ઋષિની દીકરી હતી. વેદવેદાંગમાં નિપુણ. ક્રુશાશ્વ વિદ્વાન. અપાલા વિદુષી. બેય ધર્મિક અને આધ્યાત્મિક ચર્ચા કરતાં. પરસ્પરનો સાથ ઝંખતા. પોતે જનમ જનમ ના સાથી હોવાનો અને એક બીજા માટે સર્જાયા હોવાનીઅનુભુતિ એમને પળે પળે  થતી. અપલ શાસ્ત્રચર્ચામાં આગળ હતી તો પતિ સેવામાં પણ પાછળ ન હતી. એ કાર્યેષુ મત્રી,ચરણેષુ દાસી,શયનેષુ  રંભાને ભોજનેષુ માતા હતી. ઘરમાં ભૌતિક સમૃદ્ધિ  ઓછી હતી, પણ સંસારમાં સુખનો દરીયો ઘુઘવાતો હતો ! 
                      પરંતુ કહેવાય છે ને કે એકસરખા દાડા સુખના કોઇના જાતા નથી ! ક્રુશાશ્વ અને અપાલા સાથે એવું જ થયું . દરિયામાં ભરતી પછી ઓટ આવે છે.એમ દંપતીના સંસાર સમુદ્ધમાં સુખની ભરતી પછી દુ;ખની ઓટ આવી. પતિપત્નીની ખુશીને ગ્રહણ લગાડવા અપાલાના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. ક્રુશાશ્વ અપાલાથી અળગા થઇ ગયા. અપાલા બધું જ સમજતી હતી, પણ એને શ્રધ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણની કદર કરશે. કૃશશ્વ અતિ જ્ઞાની હતા એ જાણતા હતા કે બાહ્ય રૂપ કરતાં આંતરક સૌંદર્ય જ મહત્વનું છે.ચાતાં અપાલા સાથેના સંબંધોમાં તેમણે અંતર ઊભું કરી દીધુ.દરેક સંજોગોમાં પત્નિને સાથ આપવાના વચનનો તેમણે ભંગ કર્યો.તેમના વાણી, વર્તન  અને વ્યવહાર બદલાઇ ગયા. અપાલા બધુ જ સમજતી હતી.પણ તને શ્રદ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણ ની કદર કરશે.આવા  મનોભાવમાં રાચતી  અપાલાએ એક દિવસ સાહસ કરી ને પતિને પૂછી લીધું: સ્વામી મારા ત્વચાના રોગને કારણે આપ મારાથી છેટા રહો છો.
              “હા પ્રિયે ...કૃશાશ્વે નિખાલસતાથી એકરાર કર્યો.: હું જાણું છું કે તું ગુણવંતી અને શીલવંતી છે. એટલે જ તો હું તારા પ્રત્યે આકર્ષાઉ છું,પન તારા ચહેરાના ચાઠાં મને  તારી પાસે આવતા અટકાવે છે.  અપલને આઘાત લાગ્યો. ગુણને બદલે રૂપ ઝંખનાર  પતિ જ્ઞાની હોવા છતાં એની નજર માં પામર બની ગયા. એ જ ક્ષણે એને પતિ ગૃહ છોડ્યું. એ પિયર પાછી આવી.
              અપાલાએ પોતાના પિતાના ઘરમાં રહી ઇન્દ્ર દેવ ની તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો.ઇન્દ્રને સોમરસ પ્રિય હોય છે તેથી અપાલાએ સોમરસ પ્રાપ્ત કર્યો.પછી ઇન્દ્રની સ્તુતિ કરી.અપાલા આત્રેયીની આ સ્તુતિના સાત મંત્રને ઋદ્વેદના આઠમા મંડળના ૯૨ મા સૂક્તમાં સ્થાન મળ્યું છે.
 અપાલાની સ્તુતિથી પ્રસન્ન થઇ ઇન્દ્રદેવ પ્રગટ થયા. સોમરસનું પાન કરીને બોલ્યા : પુત્રી માંગ માંગ માગે  તે આપું  !અપાલાએ બે હાથ જોડીને કહ્યું કે : દેવ ! ચિંતાને કારણે મારા પિત ના વાળ ખરી ગયા છે તે ફરી ઉગે,પિતાના ખેતરો ફળ દ્રુપ તથા ઉપજાઉ બને અને મારો રોગ દૂર થાય.
         તથાસ્તુ કહીને ઇન્દ્ર દેવ અંતર્ધાન થયા  અને એ સાથે અપાલાની ત્રણે ઇચ્છા પૂરી થઇ .:અત્રિ ઋષિના ખેતરો ધનધાન્યથી લહેરાવા લાગ્યા અને અપાલા રોગ મુક્ત થઇ.રૂપ રૂપ નો અંબાર બનીને એઘેર પાછી ફરી ત્યારે જ પશ્વાતાપથી પીડાતા  કૃશાશ્વ  પણ ત્યાં આવી પહોંચ્યા.ભૂલનું ભાન થતાં એ અપાલાને લેવા આવ્યા હતા.અપાલાએ મોટુ મન રાખીને પતિને માફ કર્યા.       

અદિતિ



1. માતૃ દેવો ભવ : અદિતિ

              કહેવાય છે કે દીકરા તો દુર્લભ હોય છે, પણ ખુદ દેવતાઓ જ પુત્ર બનીને ખોળો ખુંદે ત્યારે ?
           અદિતિ.... દક્ષ પ્રજાપતિના દીકરી. મહર્ષિ કશ્યપના પત્ની અને દેવોના માતા. દેવતાઓ અદિતિના દીકરા હતા અને એ જ અદિતિનો સંસાર પણ હતા. જોકે અદિતિની આગવી ઓળખ અને વ્યકિતત્વ પણ હતુ. અદિતિએ ઋગ્વેદના મંત્રોની રચના કરી છે. પણ પુત્રો પ્રત્યે એમને એટલો પ્રેમ હતો કે ઋષિકાને બદલે માતા તરીકે ઓળખવાનુ જ વધુ પસંદ હતુ. એ પુત્રોનો પડછાયો બની રહેવા ઉત્સુક હતા અનેપુત્રોના સુખ માટે કઇ પણ કરી છુટવાની એમની તૈયારી હતી.                                        એક વાર ન બનવાનુ  બન્યુ. દાનવોયે દેવલોક જીતી લીધુ. ઇન્દ્ર સહિતના દેવતાઓ જીવ બચાવવા નાસી છૂટયા. વનવગડામા છૂપાઇ ગયા. દીકરાઅઓને નિ:સહાય જોઇને અદિતિનુ હ્યદય દ્રવી ઉઠ્યુ. એમની અવદશા દૂર કરવા અદિતિએ સુર્યાદેવની કઠોર આરધના શરુ કરી દીધી. આખરે સુર્ય ભગવાન પ્રસન્ન થયા : દેવમાતા, માંગ .... માંગે તે આપુ....! હે સૂર્યદેવ ! મારા પુત્રોનો ઉધ્ધાર કરો....અદિતિ બે હાથ જોડીને બોલ્યા ‘તથાસ્તુ....સૂર્ય ભગવાને આર્શીવાદ આપ્યા  :દેવી, તમારી ઇચ્છા પૂરી થશે. હુ મારા સહસ્ત્ર અંશો સહિત તમારા ગર્ભથી અવતરીશ. તમારા પુત્રોન શત્રુઓનો નાશ કરીશ.અએ જ સમયે સૂર્યનારાયણની સુષુમ્ના નામની કિરણે અદિતિના ગર્ભમાંપ્રવેશ કર્યો. સૂર્યદેવ અંતર્ધાન થયા.   
           થોડા સમય બાદ અદિતિ ગર્ભવતી બન્યા. સમાન્યાપણે સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારે શરીરની કાળજી રાખે છે. પરંતુ, ગર્ભધાન  કર્યા પછી અદિતિએ આકરા વ્રતો શરુ કર્યા. ઉપવાસ કરવા લાગ્યા. ગર્ભમા વિકસી  રહેલા જીવની એમને ચિંતા નહતી. પણ કશ્યપ ઋષિને બાળકની ફિકર હતી. એટલે જ અદિતિનુ તાપસીપણુ જોઇને મહર્ષિનો  ક્રોધ ભભૂકી ઉઠ્યો : દેવી, તમે ગર્ભહત્યા કરી રહ્યા છો....
               ‘સ્વામી, ગર્ભ સુરક્ષિત છે.જુઓ....આમ કહીને અદિતિઅએ પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો. મહર્ષિ આશ્ચર્યચકિત થઇ ગયા. ગર્ભ ખરેખર સલામત હતો ! એ કંઇ બોલે ત્યાં તો અંડાકાર ગર્ભ ફાટ્યો અને સૂર્યકિરણોની જેમ જગારા  મારતો અત્યંત તેજસ્વી શિશુ પ્રગટ થયો. એનુ નામ  માર્તડેય રાખવમાં આવ્યુ. સૂર્યદેવના આશીર્વાદ ફળ્યા. માર્તડેયે દાનવોને પરાસ્ત કર્યા. દેવોને અએમનુ રાજ્ય  પાછુ અપાવ્યુ. જોકે આ વિજયના ખરા હકદાર અદિતિ હતા. દેવોએ માતાના ચરણોમા શીશ ઝુકાવી દીધુ. અને જયઘોષ કર્યો : દેવમાતાનો જય  હો !   પરંતુ જયઘોષના પડઘા શમ્યા, ન શમ્યા ત્યા તો હાકોટા પડકારા સંભળાયા. અએ દેકારો દૈત્યસેનાનો હતો. પરાક્રમી દૈત્યરાજ બલિએ  દેવલોક પર આક્રમણ કર્યુ. મહસંગ્રામ ખેલાયો,આખરે ફરી એક વાર દેવોનો પરાજય થયો. દેવો જીવ બચાવવા નાસી છૂટ્યા. વનવગડામા ભટકવા લાગ્યા. દેવી અદિતિ દુ:ખી થઇ  ગયા. પતિ પાસે દોડી ગયા. બોલ્યા : નાથ, મારા પુત્રોની મદદ કરો.’                                                                                                                     
           ‘દેવી, બલિરાજ ઉદાર, દાનવીર અને ધર્મનિષ્ઠ છે. એથી એથી અપરાજિત છે....મહર્ષિ કશ્યપ હડપચી પર એક વાર આંગળી ટેકવીને બોલ્યા : તમે તપસ્યાથી ભગવાન નારાયણને પ્રસન્ન કરો. એ તમારી ઇચ્છા પૂરી કરશે.
               દેવમાતાએ ફરી કઠોર તપસ્યા આર્ંભી. આખરે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. બોલ્યા : હુ તમારી કૂખે અવતરીશ અને દાનવોનો પરાભવ કરીશ.
               થોડા દિવસો બાદ અદિતિ ફરી ગર્ભવતી બન્યા. ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની બારસે અદિતિએ પુત્રને જન્મ આપ્યો. અએ વામન પુત્રના ઉપનયન સંસ્કારો થયા. યોગ્ય સમયે વામન બલિરાજ પાસે ગયા. અએ વખતે બલિરાજ અશ્વ્મેઘ યગ્ય કરી રહ્યા હતા. વામનને જોઇને બોલ્યા : હું તમારી શુ સેવા કરી શકુ ?’ વામને કહ્યુ : મારે ત્રણ પગલા જમીન જોઇએ છે !’            
               ‘લઇ લો......’.દાનવરાજે દાન દઇ  દીધુ. હવે વામને વિરાટ સ્વરુપ ધારણ કર્યુ. પહેલું પગલું, પછી બીજુ પગલું..... બે પગલામાં તો વામને પ્રુથ્વી અને સ્વર્ગને માપી લીધા.   હવે ત્રીજુ પગલુ ક્યાં મૂકું ?’ વામને પૂછયું એટલે દૈત્યરાજ માંથુ નમાવીને  બોલ્યા : ત્રીજુ પગલુ માર મસ્તક પર ધરો.’ વામને દાનવરાજના માથા પર ત્રીજુ પગલું મૂક્યું. બલિ પાતાળ માં પહોચીં ગયા. દેવોની દુર્દશા દૂર થઇ . જોકે આ વખતે પળ દેવમાતાના કારણે જ દેવલોક પાછું મળ્યું હતું એટલે દેવોએ ફરી એક વાર અદિતિનો જયજયકાર  કર્યો.   
               દેવમાતા અદિતિની આ કથા જાણ્યા પછી એમ કહી શકાય કે, માતાનુ  જીવન અએના સંતાનો માતે જ હોય છે અને સંતાનોના સુખ ખાતર એ કઇ  કેટલાયે કષ્ટો વેઠતી હોય છે. કદાચ એટલે જ માતાપિતા બન્નેને દેવસમાન ગણતા હોવા છતા આપણે પિત્રુદેવો ભવ: કહેતા પહેલા  માતૃદેવો ભવ : કહીએ છીએ  !