Thursday, 6 June 2013

૨ જી જુન

થોમસ હાર્ડી

                નવલકથાકાર થોમસ હાર્ડીનો જન્મ ઇંગ્લેન્ડમાં તા. ૦૨-૦૬-૧૮૦૪ના રોજ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આર્કિટેક બન્યા. વ્યાવસાયિક કારકિર્દીની સાથે સાથે કવિતાઓ રચવાનો તેમણે આરંભ કરી દીધેલો. ચૌદ જેટલી નવલકથાઓ, ચાલીસ જેટલી નવલિકાઓ અને એક હજાર જેટલી કવિતાઓ તેમણે સાહિત્ય જગતને ભેટ આપી છે. આ વાર્તાઓ ખૂબ રસિક છે. અને વર્ણનો ઉપર સારી એવી હથોટી જોઇ શકાય છે. રજૂઆત, ભાષા વૈભવ અને પાત્રસમૃદ્ધી એ બધી જ બાબતો તેમની નવલકથાઓમાં નિખરી ઊઠે છે. થોમસ હાર્ડીનો ૮૮ વર્ષની વયે દેહવિલય થયો.

No comments: