Showing posts with label સ્વાગત ગીત. Show all posts
Showing posts with label સ્વાગત ગીત. Show all posts

Monday, 8 July 2013

સ્વાગત ગીત-૧૮


 ( સાવન કા મહિના પવન કરે )

હેતે ભરેલુ હૈયુ મારુ લેતુ રે હિલોળ
મહેમાનો પધાર્યાનો આનંદ છે કંઇ ઓર
આસોપાલવના તોરણ બંધાવુ
મારગ વચમાં ફુલડા વેરાવું
ફુલડા કેરી ફોરમ મહેકે છે ચારે કોર
                       મહેમાનો..........
ઝરી ભરતના આસન બીછાવું
સો - સો  દીવડાની આરતી ઉતારું
દીવડા કેરી જ્યોત ચમકે છે ચારેકોર
                        મહેમાનો..........
કેસરીયા દૂધની લાપસી રંધાઉ
સોનાના પાટલે જમવા બેસાડું
મધુરી વાનગીઓ મહેકે છે ચારે કોર
                       મહેમાનો ..........
જળ જમુનાની ઝારી મંગાવુ
લવીંગ સોપારીને એલચી ખવડાવું
મહેમાનોની કૃપા ઉતરશે ચારે કોર

                       મહેમાનો..........

સ્વાગત ગીત-૧૭


મોતીડે ફુલડે વધાવુ રે....  
          હું તો મોતીડે ફુલડે વધાવું
સોના રૂપાની દોર, તારાની ગૂંથણી
    ગૂંથીને તમને વધાવુ રે.....  
          હું તો મોતીડે ફુલડે વધાવું
ધીન તાક ધીન તાક વાગે મૃદંગતાલ
     થૈ થૈ થૈ થૈ નાચ નચાવું રે....
         હું તો મોતીડે ફુલડે વધાવું
આકાશી થાળમાં ચાંદાનો દિપક
   મૂકીને આરતી ઊતારું રે....
       હું તો  મોતીડે ફુલડે વધાવું


સ્વાગત ગીત -૧૬

કરીએ તુજ સન્માન
પધારો આંગણીયે મહેમાન ...... (૨)
ગુલાબ ચંપો મોગરો મહેકે
સુરભિ સૌરભ જ્ઞાનકુંજ મહેકે
હસતા હસતા ફુલડે વધાવી
ગાતા સ્વાગત ગાન
પધારો આંગણીયે મહેમાન ..........(૨)
અણમોલ આશિષ અમને દેજો
પ્રેમ પરિમલ પુષ્પો લેજો
સૂરતાલમાં મશગૂલ હૈયા
ગાતા સ્વાગત ગાન
પધારો આંગણીયે મહેમાન ..........(૨)


સ્વાગત ગીત-૧૫

      આંગણે પધારો અતિથિ અમારા
     સ્નેહથી સ્વીકારો સન્માન અમારા
હો .... આસોપાલવના તોરણ બંધાવ્યા
       કુમકુમનાં સાથિયા પૂરાવ્યા
ફુલ નહિ ફુલ પાંખડી સ્વાગતમાં તમારા
           સ્નેહથી સ્વીકારો સન્માન અમારા
હો .... અવસર અમ આંગણે અનેરો
     આવે ભક્તિ સંગીતની બહારો
 ફુલ નહિ ફુલ પાંખડી સ્વાગતમાં તમારા
        સ્નેહથી સ્વીકારો સન્માન અમારા
હો.... ગાઉ ગાઉ શું ગૂણલા તમારા
      ગુણીજન છો અતિથિ અમારા
ફુલ નહિ ફુલ પાંખડી સ્વાગતમાં તમારા
       સ્નેહથી સ્વીકારો સન્માન અમારા
                   આંગણે પધારો ..............

                   સ્નેહથી સ્વીકારો ...........  

સ્વાગત ગીત-૧૪

અપની ખુશીકા કિસ તરહ ઇજહાર હમ કરે ()
પ્રિય બાર બાર આપકા સત્કાર હમ કરે ()
શ્રદ્ધા સે શીશ પર્વતો કે આજ હે ઝૂકે ()
કર લે નમન ભી કાફિલે રુકે ()
હદય કે તાર તાર સે નમસ્કાર હમ કરે.
                          પ્રિય બાર બાર ...............           
                          અપની ખુશીકા ...............
ફુલોકી જગહ હમ પ્રભુકા પ્યાર હે લાયે ()
હાર નહી જીતકા ઉપહાર હે લાયે ()
આત્મ જ્યોતિ સે જહાં ઉજિયાર હમ કરે.
                       પ્રિય બાર બાર ................
                           અપની ખુશીકા ................


સ્વાગત ગીત-૧૩


(તુ પ્યાર કા સાગર )

શુભ સ્વાગત કરીએ આજ (૨)
પધારો મોઘેરા મહેમાન .... શુભ .......
દૂર સુદૂરથી આપ પધાર્યા,
સોહાવ્યા અમ ધામ (૨)
સંગે કરીએ ઉલ્લાસે તમ,
સ્નેહ તણી રસધાર
અમ પ્રેમભીના આવકાર (૨)
પધારો મોઘેરા મહેમાન  .... શુભ .......
અણમૂલા છે મિલન મધુરા
અણમૂલા સન્માન  (૨)
આજ અમારે આંગણે રેલે
પ્રેમ તણી રસધાર (૨)
અમ પ્રેમભીના આવકાર (૨)
પધારો પ્રેમ થકી અમ ધામ .......શુભ ..........




સ્વાગત ગીત-૧૨

(રાગ-મેરી ચુનર ઉડ ઉડ જાયે......)
સ્વાગત તમારુ કરવા કાજે
ફુલ અમે છીએ લાવ્યા
ઉર ઉમંગની મહેંક સાથે
મોતીડે રે વધાવ્યા ......હો..(૨)
વહાલા અતિથિ રે પધારો
મારા આંગણીયા રે દીપાવો  (૨)
તમે પ્રેમથી પધાર્યા અમે ફુલોથી વધાવ્યા (૨)
હૈયે આનંદ આનંદ થાયે આજ .......વહાલા ......
અમે બાળકો છીએ નાના, પણ પ્રભુને છીએ પ્યારા  (૨)
તમે સ્વીકારો સ્વીકારો વંદન અમારા

ઉરે આનંદ આનંદ થાયે આજ ........ વહાલા .........  

સ્વાગત ગીત-૧૧

રાગ – (પરદેશી........ પરદેશી)
મહેમાનો મહેમાનો આવો તમે,
અમ આંગણે ......... (૨)
મહેમાનો અમે તમને ફુલડે વધાવીએ,
કુમકુમ ચોખા કેરા તિલક કરીએ ........ મહેમાનો ...........
અમ બાળ હદય આજે તો હરખાય,  
તમ આગમનથી પાવન અમ આંગણીયા
બાળુડા અમે નાના સૌને પ્યારા
તમ અંતરમાં વહાલથી વસનારા
ઉરના ઉમળકાથી સ્વાગત કરીએ,
ફુલ નહિને ફુલની પાંખડી ધરીએ ........ મહેમાનો .........
વર્ષાઋતુના આગમનથી સોડમ છે,
મોગરાના ફુલથી ફોરમ છે.
અમ આંગણીયે આનંદના અવસર છે,
મનડા અમારા પ્રેમથી સરભર છે.
મહેમાનો તમે અમને આશિષ દેજો,
સ્નેહના સ્ત્રોતો વરસાવી જજો ........... મહેમાનો ..........

સ્વાગત ગીત-૧૦

દીવડા પ્રગટાવો અંતરના,
દીવડાપ્રગટાવો ઉમંગના ........
મોઘેરા મહેમાન આવ્યા છો આજ
આ કાલુડાં બાળ તમારું કરે સન્માન
લેજો તમે સ્વાકારી આજ ........ દીવડા .......
ગુલાબ ચંપો નથી ચમેલી .......()
સ્નેહના પુષ્પોથી તમને વધાવીએ ...........()
દેજો અંતરથી આશીર્વાદ ........... દીવડા ..........
પ્રાથમિક શાળા ગામ તરખંડા
નાની બાળા ઉર ઉમંગ ભરી
હદય તણા પ્રેમથી કરે સન્માન ..........()
લેજો તમે સ્વીકારી આજ ...........()

                             દીવડા  ............     

Saturday, 6 July 2013

સ્વાગત ગીત-૯

આવો મહેમાન મારે આંગણે રે લોલ (૨)
પુનિત પગલે પધારો મહેમાનો 
                               આવો.....................
રંગીન ફુલડે હર્ષિત દિલડે (૨)
હદયના ભાવથી વધાવીએ આજે 
                               આવો .......................
આપની દોરવણીએ આગળ વધીએ (૨)
સેવાના પાઠો ભણાવજો આજે
                               આવો ....................
સુવાસતાની જ્યોત જગમાં ફેલાવીએ (૨)
જ્ઞાનદીપ ઉરે પ્રગટાવો આજે
                               આવો......................
બાળકોના ભાવીને ઉજ્જવળ બનાવીએ (૨)
સંકલ્પ એવો કરજો આજે 
                               આવો......................

સ્વાગત ગીત -૮

આવો મહેમાન જરા આવી જજો હો (૨)
આંગણા અમારા દીપાવી જજો હો (૨)
સાથિયા પુરીને મે તો ચોક શણગાર્યો
સ્વાગત  સ્નેહથી સ્વાકારી જજો હો
આંગણાં અમારા દીપાવી જજો હો
અબીલ ગુલાલ ભરી આવી કુમારીકા
દિપમાળાઓ જલાવી જજો હો 
આંગણા અમારા .......................
ગુલાબ મોગરાના હાર મેં બનાવીયા (૨)
નૃત્ય કરતી એ તો ચરણે નમે હો
આંગણા અમારા .......................

આવો મહેમાન જરા આવી જજો હો (૨)

સ્વાગત ગીત-૭

સ્વાગત ગીત 
મારું મનડું પુકારે આજે
મારા મોંઘેરા મહેમાન પધાર્યા,
તમને વંદન વારંવાર   (2)
હૈયા મલકે છે અમારા...............
મેં તો આંગણીયા સજાવ્યા
મહીં મોતીડા વેરાવ્યા
તમને વંદન વારંવાર   (2)
હૈયા મલકે છે અમારા...............
મેં તો તોરણીયા બંધાવ્યા
ફૂલડાની ભાત પડાવી
તમને વંદન વારંવાર   (2)
હૈયા મલકે છે અમારા...............
મેં તો સાથિયા પૂરાવ્યા
દિવડાની જ્યોત પ્રગટાવી
તમને વંદન વારંવાર   (2)
હૈયા મલકે છે અમારા...............
આ બાળાઓની વિનંતી
અમારું સ્વાગત સ્વીકારો
તમને વંદન વારંવાર   (2)
હૈયા મલકે છે અમારા...............






Sunday, 23 June 2013

સ્વાગત ગીત-૬


શુભ સ્વાગતમ્ શુભ સ્વાગતમ્
આનંદ મંગલ મંગલમ્
નિત પ્રિયં ભારત ભારતમ્
નિત્ય નિરંતર માનવતા
માનવતા સમતા મમતા
સારથી સાર મનોરથકા
જો અનિવાર નહીં થમતા
સંકલ્પ અવિજિત અભિજાતમ્
આનંદ મંગલ મંગલમ્
નિત પ્રિયં ભારત ભારતમ્
કુસુમિત નઇ કામનાયે
સુરભિત નઇ સાધનાયે
મૈત્રી મત ક્રિડાંગણમ્
પ્રભુદિત બંધુ ભાવનાયે
શા સ્વ સુવિકસિત  ઇતિ શુભમ્
આનંદ મંગલ મંગલ મંગલમ્
નિત પ્રિયં ભારત ભારતમ્




Saturday, 22 June 2013

સ્વાગત ગીત-૫

આવો પધારો મહેમાનો,
ભાવભીનાં દઉં  સન્માનો.
શોભી રહ્યાં અમ આંગણીયાં
પુનીત પગલે પાવનિયાં
ગાવાં શાં તમ ગુણ ગાનો........આવો.
અંતરમાં આનંદ અતિ,
વર્ણન કરવા શક્તિ નથી.
અમ અંતરના અરમાનો......આવો.
ઉર ઉપવનથી ચૂંટી ચૂંટી
સ્નેહ સુમનની માળા ગૂંથી.
સ્વાગત કરીએ શ્રીમાનો....આવો.


Thursday, 21 March 2013

સ્વાગત ગીત-૪


શાળાને આંગણે આવ્યા મહેમાન રે,
કરીએ સ્વાગત ને, હૈયે છે હષ રે ....(૨)
પધારો પધારો મહેમાન......(૨)
નાનારે બાળ અમે ખીલતા કુસુમ કલી,
મેળવીએ જ્ઞાન, અમે થઈશું મહાન...
પધારો પધારો મહેમાન.....(૨)
નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ,
હૈયાના હેતને, સામે તે રાખીએ ....(૨)
પધારો પધારો મહેમાન.....(૨) શાળાને....
આવ્યા છો આપ તો માગ રે ચિંધજો,
શિખામણના બોલ બે અમને રે કહેજો.....(૨)
પધારો પધારો મહેમાન.....(૨)



સ્વાગત ગીત-૩


મોંઘેરા મહેમાન તમે આંગણે આવો રે,
તમારું સ્વાગત કરીએ દિલ દઈને રે……………… મોંઘેરા મહેમાન
ગંગાના જળથી અમે મારગ ધોઈએ રે,
ગુલાબની પાંખડી વેરીએ પગલાં પાડો રે…………. મોંઘેરા મહેમાન
સાથિયા પૂરાવી અમે દીવા કરીએ રે,
પગલે પગલે આંગણામાં મોતી વેરીએ રે…………. મોંઘેરા મહેમાન
ભાલે કંકુ ચોખાનું તિલક કરીએ રે,
ઓવારણા લઈને મોં મીઠું કરાવીએ રે…………… મોંઘેરા મહેમાન
ફૂલોની મઘમઘતી માળા આજ પહેરાવીએ રે,
કયારેય ના ભૂલો એવું સ્વાગત કરીએ રે……….. મોંઘેરા મહેમાન

સ્વાગત ગીત-૨


આવો મહેમાન અમ આંગણિયે રે.....
આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....