કેશવદાસ માલવિયા
શ્રી કેશવદાસ માલવિયાનો જન્મ અલ્હાબાદમાં ઇ.સ. ૧૯૦૪માં થયો હતો. અલ્હાબાદ
યુનિવર્સિટીમાં એમ. એસસી. ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ખનિજતેલનો વિશિષ્ટ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. ઉપરાંત ઉતરપ્રદેશ અને ભારતના રાજકારણમાં સક્રીય
ભૂમિકા ભજવી. ઉધોગ અને વિકાસના પ્રધાન
તરીકે ખૂબ મૂલ્યવાન સેવાઓ આપી. ‘હેવિ એન્જિનિયરિંગ કોર્પોરેશન લિમિટેડ’ રાંચીના અધ્યક્ષ તરીકે, ગુરુકુળ યુનિવર્સિટી
હરદ્રારના ઉપકુલપતિ તરીકે અને ‘ઓલ ઇંડિયા કો ઓપરેટીવ યુનિયન’ના પ્રમુખ તરીકે તેમણે
બજાવેલી સેવાઓ અજોડ અને અનન્ય છે. શ્રી માલવિયાએ
ખનિજતેલ, કુદરતી વાયુ, બળતણ અને ખાણોના ટેકનિકલ
જાણકારી ધરાવતા પ્રધાન તરીકે દીર્ઘપર્યત સેવાઓ આપી. ૨૭-૦૫-૧૯૮૧ના રોજ શ્રી કે.ડી. માલવિયાનું નિધન થયું.
No comments:
Post a Comment