આજનો દિન મહિમા
૧ લી જાન્યુઆરી:-
૧ લી જાન્યુઆરી:-
મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત
મિત્ર બની રહેવાનું જેમને સદ્ભાગ્ય સાંપડયુ હતું તેવા કર્તવ્ય નિષ્ઠ મૂકસેવક
મહાદેવભાઇનો જન્મ ૧-૧-૧૮૯૨ માં સુરત જીલ્લાના સરસ ગામમાં થયો હતો.
મહાદેવભાઇનું ભાઇનું આ પ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઇ ગાંધીજીએ કહી
દીધું કે “મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઇને મારી જોડે જ રહેવાનું છે.” અને તે
આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર
અનુવાદો આપ્યા છે. તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. ‘મહાદેવભાઇની
ડાયરી’ ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. ૫૦ વર્ષની વયે
મહાદેવભાઇ દેસાઇ ૧૫-૮-૧૯૪૨ ના રોજ અવસાન પામ્યાપણ પોતાની અડધી જિંદગીમાં આખી
જિંદગીનું કામ કરતા ગયા.
No comments:
Post a Comment