Sunday, 13 January 2013

ડૉ.વી એસ. હજૂરબજાર


ડૉ.વી એસ. હજૂરબજાર
         ડૉ.વી એસ. હજૂરબજારનો જન્મ ૧૫ મી સપ્ટેમ્બર ઇ.સ. ૧૯૧૯ માં મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર શહેરમાં થયો હતો. અભ્યાસમાં તેઓ પ્રારંભથી જ તેજસ્વી હતા.
         ઇ.સ. ૧૯૪૦ માં ૨૧ વર્ષની ઉંમરે તેઓ પ્રથમ વર્ગ સાથે વિજ્ઞાનના સ્નાતક થયેલા. વધુ અભ્યાસ માટે તેઓ એમ.એસ.સી માં દાખલ થયેલા  અને  બે વર્ષ બાદ એ પણ પ્રથમ વર્ગ મેળવીને પૂર્ણ કરેલ.
        આટલા અભ્યાસથી પણ સંતોષ ના રહેતા તેમણે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચાર્યું. તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પી.એચ.ડી કરવા પ્રવેશ મેળવ્યો. ઇ.સ. ૧૯૪૯ માં તેમણે ગણિતશાસ્ત્રમાં  પી.એચ.ડી ની ઉપાધી મેળવી . ગણિતશાસ્ત્રમાં તેમણે ઘણા સંશોધન લેખો પ્રસિદ્ધ કર્યા અને એક ખ્યાતનામ ગણિતશાસ્ત્રી તરીકે ભારત પાછા ફર્યા. 
         ભારતમાં ગૌહતી વિશ્વવિદ્યાલયમાં રીડર તરીકે નિમણૂક મેળવી  આ ઉપરાંત ત્યાંના ગણિતશાસ્ત્ર વિભાગના વડા તરીકે પણ રહ્યા. થોડા વર્ષોની પ્રસંશનીય બાદ તેઓ લખનૌ વિશ્વવદ્યાલયમાં આ પદ પામ્યા.ત્યાં પણ થોડા વર્ષો સેવા બાદ તેઓ પોતાના વતન મહારાષ્ટ્રના પૂણે ખાતેના વિશ્વવદ્યાલયમાં ગણિતશાસ્ત્ર વિભાગના વડા  તરીકે જોડાયા. ગણિતશાસ્ત્રનાં સંશોધનની પ્રસંશનીય કામગીરીને લઇને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે તેમને આદમ પ્રાઇઝ એનાયત કરેલ છે. આવું બહુમાન મેળવનાર તેઓ ભારતના પ્રથમ ગણિતશાસ્ત્રી છે. તેઓ વિશ્વના જાણીતા ગણિતશાસ્ત્રીઓમાંના એક છે.   આથી  તેમણે  વર્ષો સુધી અમેરિકામાં લોવા વિશ્વવદ્યાલયમાં મુલાકાતી પ્રોફેસર તરીકે સેવાઓ આપેલ છે.  તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યુટ
ઓફ સાયન્સીઝ, અકાદમી ઓફ સાયન્સ-કેમ્બ્રીજ, ફિલોસોફિકલ સોસાયટી, રોયલ સ્ટેટીસ્ટીકલ સોસાયટી જેવી અનેક દેશ-વિદેશની સંસ્થાઓના સભાસદ રહેલા છે.   

No comments: