દીવાન કૃષ્ણલાલ
ત્રિવેદી
પ્લેગના દર્દીઓની
સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો
જન્મ સૌરાષ્ટ્રનાસાગરકાંઠાના ગામ ઘોઘામાં થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ન
થયા કે તુરંત જ ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારી, સાથે સાથે
કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાક રૂપે
તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી
આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી, કૃષ્ણલાલે ઘેર
ઘેર ફરીને પ્લેગના દરદીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી
પ્રજાજનોની પ્રસન્નતાનો કોઇ પાર રહ્યો નહીં તેમની આ નિ: સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી
સુવર્ણચંદ્રક અર્પણ કરાયો.પોતાની કર્તવ્ય
નિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્ય મુખ્ય દીવાન તરીકે પસંદ
કર્યા. આ પ્રભાવશાળી પુરૂષે ૨૭- ૦૧—૧૯૫૦
ના રોજ ચિર વિદાય લીધી.
No comments:
Post a Comment