ખલિલ જિબ્રાન
“ તમારા બાળકો તે તમારા નથી, તે તમારા
દ્વારા આવે છે, પણ તમારામાંથી આવતા નથી.તમે તેમને તમારો
પ્રેમ આપો, પણ વિચારો નહીં કારણ કે તેમને એમના પોતાના વિચારો
છે.”
આ અવતરણ
વિશ્વસાહિત્યના મહાપુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કરનાર ખલિલ જિબ્રાનના અમર પુસ્તક “ધ પ્રોફેટ“ માં આવે છે. ખલિલ જિબ્રાનનો જન્મ તા.
૬-૧-૧૮૮૩ ના રોજ લેબેનોનના બશેરી ગામમાં થયો હતો. પ્રેમ,લગ્ન,સંતાનો,ઘર,વસ્ત્રો,સૌંદર્ય,મૃત્યુ જેવા ૨૬ વિષયો પર તેમના વિચારો
અદભૂત છે. કવિતા,સંગીત,ચિત્ર અને તત્વજ્ઞાન પ્રગટ કરનાર ખલિલ જિબ્રાન મત્ર ૪૮ વર્ષની ઉંમરે અવસાન
પામ્યા.
No comments:
Post a Comment