ડૉ. વિક્રમ સારાભાઇ
ગુજરાતનાં અગ્રણી ઉધોગપતિ અંબાલાલ સારાભાઇના સુપુત્ર વિક્રમ સારભાઇનો જન્મ ઇ.સ. ૧૯૧૯માં
ઓગસ્ટની ૧૨માએ અમદાવાદમાં થયો હતો વિક્રમ સારાભાઇની સ્મરણશક્તિ નાનપણથી જ ખૂબ તેજ
હતી. નિયમિતતા, આજ્ઞાપાલન અને પરિશ્રમ જેવાં
ગુણો તેમનામાં પ્રથમથી જ વિકસ્યા હતા. મુંબઇ
વિશ્વવિધાલયની બી. એસ.સી. ની પરીક્ષા પ્રથમ વર્ગ સથે પાસ કરીને ઉચ્ચ અભ્યાસ
માટે કેમ્બ્રીજ ગયા ત્યાં ઇ.સ. ૧૯૩૯માં તેમણે પ્રકૃતિવિજ્ઞાનમાં વિશેષ યોગ્યતા
પ્રાપ્ત કરી.સ્વદેશ પાછા ફરીને તેઓ બેંગ્લોરનાં ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ
સાયન્સમાં ડો. સી.વી.રામનનાં માર્ગદર્શન નીચે સંશોધનકાર્યમાં જોડાયા.ઇ.સ. ૧૯૪૫માં
તેઓ ફરીથી કેમ્બ્રિજ ગયા અને પીએચ.ડી. ની પદવી મેળવી વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓમાં
પોતાનું નામ અંકિત કરી દીધું.
ભારત પાછા ફરી અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી.તેમને અંતરીક્ષ-
કિરણો પોતાના શોધકાર્યનો મુખ્ય વિષય બનાવ્યો.
ઇ.સ.
૧૯૬૧માં ભારત સરકારે અંતરિક્ષ-અભ્યાસનું કામ શરૂ કરવાનો નિશ્ચય કર્યો. આની
જવાબદારી પરમાણું ઊર્જા આયોગ – એટ્મિક
એનર્જી કમિશનને સોંપવામાં આવી. આ માટે દક્ષિણ ભારતમાં ત્રિવેમ્દ્રમ નજીક
થુમ્બા નામનું સ્થળ પસંદ કરાયું.ડૉ. વિક્રમ સારાભાઇએ પરમાણું ઊર્જા આયોગનું
અધ્યક્ષપદ સંભાલીને થુમ્બા કેન્દ્રને સંપૂર્ણ તૈયાર કર્યુ. એ આજે વિશ્વના ગણતરીના
અંતરિક્ષ અભ્યાસ કેન્દ્રોમાનું એક છે.આ ઉપરાંત અમદાવાદમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન
સેન્ટર ની સ્થાપના કરી. જે સમગ્ર એશિયામાં આરીતનું બીજું કેન્દ્ર
છે. ભારતમાં રોકેટ બનાવવાનું તેમણે શરૂ કર્યુ. અંતરિક્ષ વિજ્ઞાનથી ટેલિવિઝનની
સુવિધા, પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી , મોસમની જણકારી મળે છે. ડૉ. વિક્રમ સારાભાઇ પરમાણું શક્તિના શાંતિમય
ઉપયોગના હિમાયતી હતા. અનેક વિજ્ઞાન સંસ્થાઓના સદસ્ય તરીકે તેમણે હંમેશા વિશ્વશાંતિ
વિજ્ઞાનના ઉપયોગનું સમર્થન કર્યું. અમદાવાદમાં તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ
મેનેજમેંન્ટની સ્થાપના કરાવી, જે આજે પ્રબંધ-વિધા માટે
ભારતનું ઉતમ શિક્ષાલય છે. શાંત અને મૃદુ સ્વભાવ ધરાવતા ડૉ.વિક્રમ સારભાઇ આજીવન
સૌને પ્રિય રહ્યાં હતા. ઇ.સ. ૧૯૭૧ માં તેઓ રોકેટ પ્રયોગને લીધે થુમ્બા ગયા હતા, ત્યાં અચાનક જ તેમનું હદય બંધ પડી જવાથી મૃત્યુ થયું.આ મહાન વિજ્ઞાનીના
વિજ્ઞાન સંશોધનની પદ્મવિભૂષણ ખિતાબ એનાયત કરેલો.
No comments:
Post a Comment